Book Title: Aptavani 04 Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 8
________________ ઉપોદ્ઘાત ડો. તીરુબહેત અમીત ૧. જાગૃતિ ‘પોતે’ આત્મા છે, આખા બ્રહ્માંડને પ્રકાશમાન કરવાની ક્ષમતા ધરાવે છે, અનંત શક્તિનો ‘પોતે’ ધણી છે. છતાં આ બધી લાચારી, વેદના, દુઃખો, નિઃસહાયતા અનુભવે છે. એ કેટલી બધી અજાયબી છે ! એનું કારણ શું ? પોતાના સ્વરૂપનું, પોતાની શક્તિનું, પોતાની સત્તાનું જ ‘પોતાને’ ભાન નથી. એક વાર ‘પોતે’ જાગ્રત થઇ જાય તો આખા બ્રહ્માંડના સ્વામી જેવું સુખ વર્તે. ભાવનિદ્રામાં આખું જગત સપડાયું છે. આ લોક ને પરલોકના હિતાહિતનું બેભાનપણું, ક્રોધ, માન, માયા, લોભ, મતભેદો, ચિંતાઓ એ બધાં ભાવનિદ્રાને કારણે ટકી રહ્યાં છે. પૌદ્ગલિક જાગૃતિમાં જગત આખું રમમાણ હોય, જયારે જ્ઞાની તો આત્મિક જાગૃતિમાં કેવળ આત્મામાં જ રમણતા કરે. સંપૂર્ણ જાગૃતિ એ કેવળજ્ઞાન છે, જાગૃતિ ૧૦૦ ટકાએ પહોંચે કે કેવળજ્ઞાન પ્રગટે. જાગૃતિ જ મોક્ષની જનની છે. સંસાર જાગૃતિની વૃદ્ધિ થયે સંસાર અસાર ભાસે, જે અંતે ઉત્કૃષ્ટ વૈરાગ્યમાં પરિણમે. અને ઇન્દ્રિયજ્ઞાન જાગૃતિની પરાકાષ્ઠાએ પહોંચેલો ક્યાંય મતભેદમાં ના પડે, ‘એવરીવેઅર એડજસ્ટેબલ' હોય. બાકી અજાગૃતિમાં જ ક્રોધ, માન, માયા, લોભનું ઉપાર્જન થાય. કષાય થયા તેનો ખ્યાલ પણ ના આવે તે મહા અજાગ્રત, તેનો ખ્યાલ આવે તે ઓછો અજાગ્રત ને જે થયા પછી પ્રતિક્રમણ કરી ધોઇ નાખે તે જાગ્રત કહેવાય. અને ખરો જાગ્રત તો કષાય થતાં પહેલાં જ વાળી લે તે. કપાયોને ખોરાક આપી દે તે ભયંકર અજાગ્રત કહેવાય. નિજના દોષદર્શન જાગૃતિની નિશાની છે. અન્યના દોષદર્શન જાગૃતિ પર ભયંકર આવરણ લાવનાર છે. જાગૃતિની ‘ટોપ’ પર ‘જ્ઞાની’ બિરાજેલા હોય. પોતાની સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભૂલોને જે જગતમાં કોઇ ને હ૨કતકર્તા ના હોય, જ્ઞાનમાં જોતા હોય, ને ધોઇ નાખતા હોય, પોતે નિર્દોષ થઇ આખો 8 જગતને નિર્દોષ ભાળે તે જાગૃતિની અંતિમદશા કહેવાય. સર્વોચ્ચ જાગૃતિ કઇ કે કોઇની જોડે વાત કરે ત્યારે સામી વ્યક્તિ ખરેખર તો શુદ્ધાત્મા છે, એ લક્ષ સહિત થાય તે. ક્રમિકમાર્ગમાં ભાવજાગૃતિને સર્વોત્તમ ગણી, જયારે અક્રમમાં તો ભાવાભાવથી પર એવી સ્વભાવજાગૃતિ ‘જ્ઞાની’ કૃપાથી સહેજમાં ઉત્પન્ન થઇ જાય છે. જ્ઞાતાશેય રૂપે સંપૂર્ણ જ્ઞાન નિરંતર હાજર રહે તે સંપૂર્ણ જાગૃતિ કહેવાય. ‘જ્ઞાની પુરુષ’ની આજ્ઞામાં નિરંતર રહેવાય તે ઊંચી જાગૃતિ કહેવાય. જીવમાત્રની મહીં શુદ્ધાત્મ-દર્શનનો ઉપયોગ રહે તે પણ ઊંચી જાગૃતિ ગણાય. પ્રથમ વ્યવહારજાગૃતિ જાગે. ત્યારબાદ વ્યવહારમાં ઊંઘે ને અધ્યાત્મમાં જાગૃતિ જાગે. વ્યવહારજાગૃતિમાં આવ્યો કયારે કહેવાય કે કયાંય અથડામણમાં ના આવે, મતભેદ ના થાય. વ્યવહારજાગૃતિમાં કષાય ખૂબ હોય, જયારે નિશ્ચયજાગૃતિમાં કપાય નિર્મૂળ થયા હોય ! અંતઃકરણની પ્રત્યેક ક્રિયામાં જાગૃત, તે ખરી જાગૃતિ ! જાગૃતિની શરૂઆતમાં પોતાથી કોઇ કયારેય કલેશિત ના થાય, પછી બીજાથી પોતે ક્યારેય કલેશિત ના થાય ને છેલ્લી જાગૃતિમાં તો સહજ સમાધિ રહે. કુંડલિની જાગૃતિ કે ‘મેડિટેશન' એ જાગૃતિને વધારનારાં નથી, કિંતુ અહંકારને વધારનારાં છે. ‘મેડિટેશન’ એક પ્રકારની માદક્તા જ છે. બળતરામાં જાગૃતિ ખીલવાનો સંભવ છે, જયારે ‘મેડિટેશન’ની માદકતાથી જાગૃતિ પર રાખોડી ફરી વળે ! પોતાના સ્વરૂપની જાગૃતિમાં આવેલા ત્યારથી માંડીને ઠેઠ કેવળજ્ઞાન સુધીની જાગૃતિમાં આવી ગયેલા જાગૃત પુરુષોની ભજનાથી તે તે દશા સુધીની જાગૃતિ પ્રગટ થાય તેમ છે ! સંપૂર્ણ જાગ્રત, આત્યંતિક કલ્યાણના પરમ નિમિત્ત એવા વીતરાગ તીર્થંકર શ્રી સીમંધર સ્વામી જે હાલમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન છે. તેમનું જ્ઞાની કૃપાથી અનુસંધાન સાધી, નિરંતર ભજનાથી તેમના ચરણકમળમાં સ્થાન મેળવી શકાય છે, જયાંથી મોક્ષ શક્ય છે. 9Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 186