Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 6
________________ છે ! જેને દૃષ્ટા માને છે તે જ દૃષ્ય છે. ‘હું સજાગ છું” એ ભાન જેને વર્તે છે તે જ અનાત્મ વિભાગ છે. આત્મપ્રદેશ તો એનાથી સાવ જ ન્યારો સંપાદકીય વિશ્વ નિમિત્ત નૈમિત્તિક નિરંતર પ્રવર્તનશીલ જ છે. મૂળ અવિનાશી દુવ્યોના સંયોગ-સંબંધનું આ વિશેષ પરિણામ છે. વિશેષ પરિણામનો વિલય ને સ્વ-સ્વભાવની સ્થિતિકરણ દરેક જીવ વાંછે છે. નિમિત્તથી જ છૂટે છે. અને એ આત્યંતિક મુક્તિ અપાવનારું એકમેવ નિમિત્ત આત્માનુભવી પ્રકટ ‘જ્ઞાની પુરુષ' છે. જેના સંયોગ સંબંધે મુક્તદશા અનુભવગમ્ય નિશ્ચિત છે, એવો વર્તમાન કાળે અનેકોનો અનુભવ છે. જે જ્ઞાન સામાન્યપણે જ્ઞાન કહેવાય છે તે ‘જ્ઞાની”ની દૃષ્ટિએ બુદ્ધિનો આવિર્ભાવ છે. યથાર્થજ્ઞાન, આત્મજ્ઞાન ચાલુચીલાના જ્ઞાનથી લાખો માઈલ છેટે છે. આત્મવિજ્ઞાન સ્વરૂપે છે. જે આત્મવિજ્ઞાન જાણી ગયો તે જીવનમુક્ત થયો. અનેકોને એવા આ ‘જ્ઞાની' ભેટયા ને જીવનમુક્ત દશા લાધી. પ્રત્યેકને એ લાધે એ જ ઝંખના ! આત્મા નિઃશબ્દ છે, અવાચ્ય છે છતાં પ્રકટ પરમાત્માને સ્પર્શીન પ્રકટેલા સંશાસૂચક શબ્દો હૃદય વીંધી, અનંતાવરણો ભેદી આત્મા ‘કેવળ' સુધી પ્રકાશમાન કરે છે. એવી અનુપમ વાણીને ‘આપ્તવાણી'માં અંકિત કરી જ્ઞાનપિપાસુઓ સુધી પહોંચતી કરવાનો અલ્પ પ્રયાસ થયો છે. ‘આપ્તવાણી’ આમ તો પરોક્ષ રૂપે જ છે છતાં વર્તમાન વિદ્યમાન ‘જ્ઞાની પુરુષ'ની આભા વાચકોને અવશ્ય હૃદયભેદી બનાવી, સમ્યકદર્શનનાં દ્વારનો ઉઘાડ બની રહેશે. પ્રકટેલું દર્શન જીવનમાં ધીમે ધીમે અંગુલિનિર્દેશ કરતું કરતું અંતિમ ધ્યેય ‘કેવળ આત્માનુભૂતિ'ના શિખર સાધ્ય કરીને જ રહે. ‘રિલેટીવ’ અને ‘રિયલ’નું તાદાભ્યપણું એટલું બધું પ્રવર્તતું હોય છે કે નવાણું સુધી ઉભય સમાંતરે, દર અસલ “રીયલ’નાં પ્રતિબિંબ (ફોટો) સ્વરુપે ભાસ્યમાન ‘રિલેટીવ’ સામીપ્યભાવમાં તાદાભ્યપણે પ્રવર્તે છે જે છેલ્લી કડી થકી બંનેય ભિન્ન પડે છે. આનું રહસ્ય અનુભવી ‘જ્ઞાની પુરુષ' થકી જ પ્રકાશમાન થાય છે. ત્યાં જ બ્રાંતજાગૃતિ અને આત્મજાગૃતિનો ભવ્ય ભેદ અનુભવાય છે. કેટલાય કાળથી પ્રારબ્ધ અને પુરુષાર્થના ભેદના સ્પષ્ટીકરણ અર્થે મથામણ થઈ છે. અનુભવી ‘જ્ઞાની”ઓ એ ભેદને કહી પણ ગયા છે. પરંતુ પરોક્ષ જ્ઞાનની પ્રવર્તનામાં તેમની યથાર્થ સમજ સમૂળગી વિચ્છિન્ન બની છે. સામાન્યપણે કર્તુત્વપણાના ભાનને, તેવા પ્રયત્નોને અને તેના પરિણામને પુરુષાર્થ મનાય છે. ‘જ્ઞાનીની દષ્ટિએ એ સંપૂર્ણ પ્રારબ્ધ છે. પાંચ ઇન્દ્રિયોથી, મનથી જે જે કઈ પણ પ્રવર્તન થાય છે, તે સર્વ પ્રારબ્બાધીન છે. પુરુષાર્થ વિભાગ સૂક્ષ્મ છે, જે કળવો કઠિન છે. બ્રાંત પુરુષાર્થ જીવમાત્રને થયા જ કરે છે. જેના આધારે જીવનું કારણ-કાર્યનું કાળચક અવિરતપણે ગતિમાન રહે છે. યથાર્થ પુરુષાર્થ પ્રકટ થયે તે વિરમે છે. યથાર્થ પુરુષાર્થ પુરુષ થયા પછી જ પરિણમે છે. યથાર્થ પુરુષાર્થ અખંડ, અવિરત ને નિરાલંબ છે, જેની જાગૃતિએ નિરંતર મુક્ત દશા પ્રવર્તે છે. વિશ્વમાં વસ્તુઓની ખોટ નથી, પણ તેની પ્રાપ્તિ થતી નથી. કારણ કે પોતાના જ પાડેલા અંતરાયો એને આંતરે છે. આ અંતરાયોના રહસ્યો તેમ જ તેનાથી જાગ્રત રહેવાની સર્વે ગુહ્ય ચાવીઓ પ્રકટ ‘જ્ઞાની પુરુષે” સરળ ને સહજપણે સ્પષ્ટ કરી છે. કર્મ શું છે? કર્મ શેનાથી બંધાય છે ? શેનાથી છૂટાય છે? કર્મની માતા કોણ ? પિતા કોણ ? ઇ.ઈ. ઊઠતા ગુહ્ય પ્રશ્નોનું નિરાકરણ થવું અતિ કઠિન છે. શાસ્ત્રો સર્વ વદે છે, પરંતુ તે અંગુલિનિર્દેશ સમાન છે. આપ્તવાણી શ્રેણી-૪માં જગતે ન જાણ્યા હોય, ન કહ્યા હોય તેવા ગહન નિરાકરણ ઉકેલને સાદી, સીધી, સરળ, તળપદી ભાષામાં પરમપૂજય શ્રી દાદા ભગવાનના શ્રીમુખે વહેલી પ્રત્યક્ષ સરસ્વતીને સંકલિત કરવામાં આવી છે. સામાન્યપણે જગત જેને જાગૃતિ કહે છે એને જ્ઞાની તો નિદ્રા કહે

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 186