Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
संदेशरासक
અત્યાર લગીમાં જણમાં આવેલી બીજી અપભ્રંશ સાહિત્યકૃતિઓથી સ દેશરાસક' કેટલીક તેની અપૂર્વ વિશિષ્ટતાઓને લઈને ઠીકઠીક જુદુ પડી આવે છે. કાવ્ય તે સવા બસે એક પદોમાં જ પૂરું થાય છે. છતાં એની વિશિષ્ટતાઓને કારણે તે ઘણું અગત્યનું બની રહે છે. પ્રથમ તે શુદ્ધ સાહિત્યની દષ્ટિએ “સંદેશરાસ એક સારી રીતે મૂલ્યવાન કૃતિ ગણાય. પ્રસિદ્ધ થયેલી પ્રશષ્ટિ અપભ્રંશની કૃતિઓમાં એકે એવી નથી કે જેને સાવ શુદ્ધ સાહિત્યની કૃતિ કહી શકીએ. ધર્મકથાઓ, ચરિત, પુરાણ વગેરે બોધલક્ષી કે ધાર્મિક રચનાઓ જ અપભ્રંશમાં અત્યાર સુધીમાં મળી છે. પણ સ્વયંભૂ, ચંદ્ર વગેરેએ આપેલાં અપભ્રંશ ટાંચણે પરથી જે અનુમાન કરવાનું હોય છે એ વાત પણ નિઃશંક છે કે શૃંગારિક ને વીરરસના સાહિત્યના તેમ જ સુભાષિતના ખેડાણની પરંપરા પ્રાકૃત પછી અપભ્રંશે પણ ચાલુ રાખેલી. પણ આવાં હાલ તો ફુટકળ કહેવવાને લાયક પઘોને બાજુ પર રાખતાં શૃંગારરસની કે ઇતર પ્રકારનો શુદ્ધ લલિત વા મયની કહી શકાય એવી એકે અપભ્રંશ કૃતિ હાથ લાગી ન હતી “સંદેશરાસક’ આ પ્રકારની પહેલી કૃતિ છે. રસાન દ જ તેની રચનાનું પ્રમુખ પ્રવૃત્તિનિમિત્ત : સીધું ઉદ્દબોધન નહીં, કાંતાસંમિત ઉપદેશ પણ નહી, પણ વાંચનાર કે સાંભળનારને સઘ ને પર એવી નિવૃત્તિને લાભ થાય એ જ સંદેશરાસકની રચનાનું પ્રયોજન. પિતાનું આ કાવ્ય રસિકોને સંજીવનીરૂપ ને અનુરાગીને પથદીપરૂપ હોવાનાં વેણ કવિએ પ્રસ્તાવનામાં જ ઉચ્ચાર્યા છે.
કર્તા
સંદેશાસકની બીજી વિશિષ્ટતા એ કે તેને રચનાર કવિ મુસ્લિમ હતો. એનું નામ અદ્ધમાણુ કે અબ્દુલ રહમાન. પશ્ચિમદેશમાં આવેલા પ્રખ્યાત પ્લે દેશના રહીશ મીરસેન નામે કોઈક વણકરને તે પુત્ર હતો. પિતે પ્રાકૃત કાવ્ય ને ગીતે રચવામાં પ્રસિદ્ધિ મેળવેલી એમ પણ તે કહે છે. અને આખા કાવ્યમાં ક્યાં કે તે એક પરદેશી—આપેંતર કવિને હાથે રચાયું હોવાની ગંધ સરખી યે ભાગ્યે જ મળે, એ વસ્તુ દેખાડી આપે છે કે સંદેશરાસકકારે અત્રત્ય કાવ્યરીતિ અને સંસ્કૃતિ કેટલા પ્રમાણમાં આત્મસાત કરી હતી. એ ખરું કે કાવ્યનું આદિમંગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org