Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
ભૂમિકા
૨૩
(૨૨) “મહાકાવ્ય, પદ્યાત્મક અને ઘણું ખરું સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગ્રામ્ય ભાષાનિબદ્ધ...(હેમચંદ્ર, બારમી શતાબ્દી).
(૨) “અવહટ્ટ (=અપભ્રષ્ટક), સંસ્કૃત, પ્રાકૃત અને પૈશાચિક ભાષામાં જેમણે લક્ષણ અને છંદનાં આભરણુ વડે કવિત્વને ભૂષિત કર્યું (અબ્દુલ રહમાન, આ. ૧૩મી શતાબ્દી),
(૨૪) “સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ભૂતભાષા એ ચારેય ભાષાઓ કાવ્યશરીર તરીકે પ્રર્યો જાય છે.” (વાગભટ, ૧૨ મી શતાબ્દી).
(૨૫) ભાષાભેદ અનુસાર (કાવ્ય)ના છ ભેદ સંભવે છે. પ્રાકૃત, સંસ્કૃત, માગધ, પિશાચભાષા, અને શૌરસેની, તથા છઠ્ઠો દેશવિશેષ અનુસાર અનેક ભેદવાળે અપભ્રંશ' (રુદ્રટ, નવમી શતાબ્દી).
(૨૬) “અમુક અર્થ સંસ્કૃત દ્વારા રચે શકય છે, બીજે પ્રાકૃત દ્વારા તે કેઈ અપભ્રંશ દ્વારા; તેમ કઈ પિશાચી, શૌરસેની કે માગધીમાં ગૂંથી શકાય છે. (આ રાજશેખરને અનુસરીને આપેલું છે.) (ભેજ, દસમી શતાબ્દી).
(૨૭) “જગતના સકળ પ્રાણીઓને વ્યાકરણ વગેરે સંસ્કારથી રહિત એવો સહજ વાર્ણવ્યાપાર તે પ્રકૃતિ. તેમાંથી ઉભવ પામેલું કે તે જ, પ્રાકૃત, તે જ દેશવિશેષ પ્રમાણે, અને સંસ્કરણથી વિશિષ્ટતા પ્રાપ્ત કરીને સંસ્કૃત વગેરે પછીના સ્વરૂપભેદને પામે છે. વળી પ્રાકત તે જ અપભ્રંશ છે તેને બીજાઓએ ઉપનાગર, આભીર અને ગ્રામ્ય એમ ત્રિવિધ કહ્યો છે, તેના નિરસન માટે સૂત્રકારે) ભૂરિભેદ એમ કહ્યું છે. કઈ રીતે : “દેશવિશેષને કારણે. તેનાં લક્ષણને યોગ્ય નિર્ણય લેકે પાસેથી કરો.” (નમિસાધુ, અગિયારમી શતાબ્દી).
(૨૮) “સંસ્કૃત વગેરે છ ભાષા–સંસ્કૃત, પ્રાકૃત, માગધી, શૌરસેની, પૈશાચી અને અપભ્રંશ એ પ્રકારની ભાષા કહેવાય છે.” (હેમચ ૮, બારમી શતાબ્દી),
(૨૯) “ગૌડ વગેરે સંસ્કૃતસ્થિત છે, લાટદેશના કવિઓ પ્રાકૃતમાં દઢ રુચિવાળા છે, સકળ મરૂભૂમિ, ટક્ક અને ભાદાનકના કવિઓ અપભ્ર શવાળા પ્રાગ કરે છે, અવન્તી, પારિયાન્ન અને દશપુરના કવિઓ વિશાચીને આશ્રય લે છે, જ્યારે મધ્યદેશવાસી કવિ સર્વભાષાસેવી છે” (રાજશેખર, ઈ.સ. ૯૦૦ આસપાસ).
(૩૦) (રાજાસનની) પશ્ચિમે અપભ્રંશ કવિઓ” (રાજશેખર).૧ ૧. રાજશેખરમાં બીજા પણ આ પ્રકારના ત્રણચાર ઉલેખ “કાવ્યમીમાંસામાં
અને એક બાલરામાયણમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org