Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
ટિપ્પણ
૧૪૦
ત્રીજા અને ચોથા બંને ચરણે સાથે પણ જોડી શકાય. જે છંદ ખાતર હસ્વ વાંચવાનું છે. દgin એકવચન છે. સરખા હિંદી ઉપરા, કરે છે. છંદ કપૂર. માપ: ૨૮ માત્રા. ૫ દર માત્રાએ યતિ. (૪+૪+૪+ =) ૧૫ + (૬+૪+* =) ૧૩=૨૮. આ પદ્ય પ્રખ્યાત વિદ્યાવિલાસી પરમારરાજ મુંજનું બનાવેલું છે. ૩૯૫ (૨), ૪૧૪ (૪), તથા ૪૩૧ (૧) પણ મુંજકત છે. ૩૧. ઉદાહરણમાં હિંદીની જેવાં પ્ર. એક વ. નાં ઘણાં આકારાંત રૂપ છે.
ને સં. વિધ્યર્થ °g- પ્રત્યયાત પહેલા પુરુષ એકવચન પરથી આવેલું અને તેને વાયોગી ગયાં છે. વિધ્યર્થનાં એવાં રૂપ અપભ્રંશ માટે ઘણાં અસાધારણું ગણાય. તેને બદલે ભૂત હોય તે સુ ન્નત સળંગ શબ્દ ગણી શકાય. એ રીતે તેને સ્ત્રના ક્રિયાતિપાત્યર્થે વપરાયેલા કમણિ વર્તમાન કૃદંત તરીકે ઘટાવી શકાય.
૩૫ર. જૂઠાં શુકન દેનારે છે એમ માનીને નાયિકાએ કાગડાને ઉડાવ્યો અને તે જ ઘડીએ તેણે એકાએક પ્રવાસેથી આવી રહેલા નાયકને છે. આથી તેનાં અરધા બલોયાં વિરહજન્ય કૃશતાને કારણે હાથમાંથી નીકળી જઈ ભેંય પર પડવાં, જ્યારે બાકીનાં અરધાં પિયુના અણધાર્યા આગમને હર્ષાવેશથી થયેલા શરીરવિકાસને કારણે તડાક દઈને તૂટી ગયાં.
આ દેહાના પાછળથી થયેલા રૂપાંતરમાં અરધાં બયાં કાગડાનાં ગળામાં પરોવાઈ ગયાંની વાત છે (આધા વલયા કાગ–ગલ”).
૩૫૩. ૩૫૩ અને ૩૫૪ એ સૂત્રો નપુંસકલિંગનાં વિશિષ્ટ પ્રત્યય આપે છે. અર્વાચીન ભાષાઓમાં નપુંસકલિંગ માત્ર ગુજરાતી, મરાઠી અને કેકણીમાં જળવાઈ રહ્યું છે. આવાં કેટલાંક લક્ષણને કારણે ગુજરાતી હિંદી કરતાં અપભ્રંશની વધુ સમીપ હોવાનું જોઈ શકાય છે. માë વાળાં રૂપ પરથી ગુજરાતી નપું. બ વનો –માં (“સારાં', “પાંદડાં) આવ્યો છે. સુ રઇOF= + pદા . વચ્ચેનો મકાર સંધિમૂલક છે. પ્રાકૃતમાં તે કેટલીક વાર સમાસમાં પાછળને અવયવ સ્વરથી શરૂ થતા હોય, ત્યાં મળે છે. ઇચ્છા (= રૂછન) રૂ નું હેત્વર્થ કૃદંત છે. જુઓ સુ. ૪૪૧. આવા પ્રયોગમાં પાછળથી અર્વાચીન ભાષાઓ સામાન્ય કૃદંત વાપરે છે. (ગુ. “ઈચ્છવું', હિં. “ઈચછના'). એ રીતે આવાં -અન-અંતી રૂપિ હિંદી #ાના, રાજસ્થાની વાળી, મરાઠી વાનાં પુરોગામી છે.
૩૫૪. અહી જે રૂપનું પ્રતિપાદન કર્યું છે, તે પરથી ગુજરાતી નપુંસકલિંગ એકવચનનું – અંતી રૂપ (કયું, “સારું', છોકરું');ઊતરી આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org