Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
ટિપ્પણ
૧૭
(૪) નજર ઉતારવા–અનિષ્ટને અળગું રાખવા લુણ ઉતારવાની, મીઠું ઉતારીને દેવતામાં નાખવાની પ્રથા જાણીતી છે. જિનદેવ પરથી ઉતારીને દેવતામાં નાખેલું લૂણુ માને, “સલૂણું મુખથી થયેલી અદેખાઈથી પ્રેરાઈને અગ્નિપ્રવેશ કરે છે, એવી ઉપેક્ષા છે.
(૫) તુલના માટેના પદ્ય માટે જુઓ પરિશિષ્ટ. છંદ. ૧૧ + ૧૦ માપને જણાય છે. ત્રીજુ ચરણ અધૂરું છે. સોફ એ પાઠ કપીએ તો છંદ જળવાઈ રહે.
૪૪૫. લિંગમાં થયેલા ફેરફારોના મૂળમાં ઘણુંખરું કાં તે અંત્ય સ્વરોનું. અથવા તો અર્થનું સદશ્ય હોય. પછીથી સ્ત્રીલિંગને ઈકાર લઘુતાને, તે નપુંસકલિંગ સામાન્ય સ્વરૂપનું વાચક બનતાં, અનુકૂળતા અનુસાર કોઈ પણ પુલિંગ અંગને એ પ્રત્યય લાગવા માંડયા, અને નપુસકલિંગ અને પુલિંગના ભેદક એકબે પ્રત્યય હતાં, તે પણ લુપ્ત થવા જતાં, તેમની વચ્ચે કેટલીક વાર ખરેખર સંભ્રમ પણ થતા હોય. શંત્રી આંતરડી” એ નાનું “આંતરડું' એવા અર્થમાં છે.
૪૪૬. આ સૂત્ર શૌરસેની પ્રભાવવાળા અપભ્રંશ સાહિત્યને પણ હેમચંદે ઉપયોગમાં લીધું હોવાનું સૂચક છે. a> એ પ્રક્રિયાવાળાં ચાર રૂપ અને સ્ને જાળવી રાખતું રૂપ “શૌરસેની'પણું દર્શાવે છે.
છંદ “માત્રા'. જુઓ ૪૫૦ (૧) પરનું ટિપણ.
૪૪૭-૪૪૮. આ સુત્રો માત્ર અપભ્રંશને નહીં પણ સમસ્ત પ્રાકૃતપ્રકારોને લગતાં છે. બોલીઓનું વધતું ઓછું મિશ્રણ સાહિત્યભાષામાં અનિવાર્ય હોય છે, અને પદ્યસાહિત્યમાં છંદને સાચવવા કેટલીક વાર પ્રાચીન ભૂમિકાનાં, કેટલીક વાર બાલચાલનાં તો કેટલીક વાર સંબદ્ધ બેલીઓનાં રૂપ અને પ્રયોગ પણ વપરાય છે. ઉપરાંત અપભ્રંશ ઉપર સાહિત્યિક પ્રતિષ્ઠાને કારણે સંસ્કૃતપ્રાકૃતને સારે એવો પ્રભાવ રહેતો-ઘણ અપભ્રંશ કવિએ સંસ્કૃત પ્રાકૃતના વ્યુત્પન્ન પંડિત હતા. એટલે સાહિત્યિક અપભ્રંશમાં સંસ્કૃતપ્રાકૃતની અસરવાળાં શબ્દ, રૂપ, પ્રયોગો છૂટથી વપરાતાં. અર્વાચીન ગુજરાતી કવિતામાં પણ આપણે પુષ્કળ સંસ્કૃત શબ્દને, તે કવચિત વિભક્તિરૂપ કે આખ્યાતિક રૂપનો ઉપયોગ કરીએ જ છીએ ને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org