Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 247
________________ ૧૮૪ અપભ્રંશ વ્યાકરણ જમણે હાથે ખગ્નને અને ડાબે હાથે ઢળી પડતા ચિરને પકડે છે ? આંતરડાંથી વીંટાયેલાં ચરણવાળા સુભટ એકમેક તરફ દોટ મૂકે છે.” ૪૪૬ કુસુમ-ચ-મુંગા એ શબ્દ “જિનદત્તાખાનદય” પૃ. ૮૨ ઉપર મળે છે. ૪૪૭/૩=“સેતુબન્ધ” ૨/૧. ૪૪૮/૧="ગઉવો ૧૫. પરિશિષ્ટને વધારે ૧. ધવલગીત ૩૪૦ (૨) આવી અન્યક્તિઓ “ધવલાક્તિ ' તરીકે જાણીતી છે. ૪૨૧ (૧) એનું બીજું ઉદાહરણ છે. એ પ્રકારનાં ગીતે ઈસવી બીજી શતાબ્દીથી રચાતાં હતાં. વિવિધ પ્રકારનાં ધવલગીતના છંદની વ્યાખ્યા અપભ્રંશના છંદગ્રંથમાં આપેલી છે. પ્રાકૃત અને અન્નિશ રચનાઓમાંથી ધવલગીતનાં ઉદાહરણ મળે છે. પ્રાકૃત સુભાષિત સંગ્રહ “વજ જાલગ્ન માં એક વિભાગ ધવલા–વજજાને છે. પછીથી ગુજરાતી, રાજસ્થાની, મરાઠી વગેરેના મધ્યકાલીન સાહિત્યમાં ધવલગી તેની પરંપરા ચાલુ રહી છે. આજે પણ વૈણવપરંપરામાં સ્ત્રીઓ રાત્રે એકઠાં બેસીને ધૂળ ગાય છે. વિવાહગીતે પણ ધળને જ એક પ્રકાર છે. વધુ માટે જુઓ મારો લેખ “Dhavalas in the Prakrit Apabhramsa and post-Apabbraṁsa Traditions', Bulletin d'Etudes Indi. ennes, ૬, ૧૯૮૮, ૯૩-૧૦૩. આવી ધવલા તિઓ ફૂટકળ અપભ્રંશ—જૂની ગુજરાતીના સુભાષિત-સંગ્રહમાં પણ મળે છે. ઉદાહરણ તરીકે– નઈ ઊડી તલ ચીકણી, પય થાહર ન લહેતિ | તિમ કઢિજજે ધવલ ભસ, જિમ દુજણ ન હસતિ નદી ઊંડી છે, એનું તળિયું લપસણું છે, પગ ઠેરવી શકાતા નથી, તો તે ધવલ, ભાર ખેંચીને પાર પહોંચજે, જેથી કરીને દુજને તારી હાંસી ન ઉડાવે.” (ભો. જ. સાંડેસરા, પ્રાચીન ગુજરાતી દુહા', “ઊર્મિ નવરચના' પા. ૨૮૬ ઉપર) ૫a ૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278