Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
અપભ્રશ વ્યાકરણ
(૧૩) અપભ્રષ્ટશબ્દપ્રકાશ (= ૧૮૮૦ માં પ્રકાશિત, પ્રભાકર રામચંદ્રપંડિતકૃત ગુરાતીના યુપતિદર્શક કેશનું નામ).
(૧૪) “આમાં છઠ્ઠો તે દેશવિશેષ પ્રમાણે અનેક ભેદ ધરાવતે અપભ્રંશ (રુદ્રટ, ૯મી શતાબ્દી),
(૧૫) “આ તથા દેશબોલી પ્રાયઃ અપભ્રંશ નીચે આવે છે. (રામચંદ્ર ૧૨મી શતાબ્દી).
(૧૬) ગીત દ્વિવિધ કહેવાય છે; સંસ્કૃત અને પ્રાકૃત. હે નર પતિ, ત્રીજુ અપભ્રષ્ટ છે, તે અનંત છે. દેશભાષાના ભેદ અનુસાર તેને અહીં અંત નથી.” (વિષ્ણુધર્મોત્તર). ૪. એ નામનો સાહિત્યભાષા :
(૧૭) (કાવ્યના) સંસ્કૃત, પ્રાકૃત અને ઉપરાંત અપભ્રંશ—એમ ત્રણ પ્રકાર છે.” (ભામહ, આ. છઠ્ઠી શતાબ્દી).
(૧૮) એ પ્રમાણે આર્યોએ આ વિશાળ વાકય સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મિશ્ર–એમ ચતુર્વિધ હોવાનું કહ્યું છે.
આભીર વગેરેની ભાષાઓને કાવ્યમાં અપભ્રંશ કહેવાની રૂઢિ છે, પણ શાસ્ત્રમાં સંસ્કૃતથી જુદું હોય તે અપભ્રંશ કહેવાય છે (દડી, આ સાતમી શતાબ્દી). ' (૧૯) “સંસ્કૃત, પ્રાકૃત, ને અપભ્રંશ એ ત્રણ ભાષામાં નિબદ્ધ એવા પ્રબંધોની રચનામાં જેનું અંત:કરણ નિપુણતર હતું.' (વલભીના ધરસેન દ્વિતીયનું બતાવટી દાનપત્ર, આ. સાતમી શતાબ્દી),
(૨૦) (સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રદેશના ઉલ્લેખ પછી)–“અરે, એક ચોથી ભાષા પૈશાચી પણ છે. તે આ એ જ હશે’. (ઉદ્યોતનસુરિ, ઈ.સ. ૭૭૮).
(૨૧) (હે કાવ્યપુરુષ,) શબ્દાર્થ તારું શરીર છે, સંસ્કૃત મુખ, પ્રાકૃત બાહુ, અપભ્રંશ જઘન, પશાચ ચરણું, મિશ્ર વક્ષ:સ્થળ (રાજશેખર, નવમી શતાબ્દી),
ગાઉં' (“નલાખ્યાન', ૧-૧); “સંસ્કૃત બેલે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાશી ગયું” (અખાના છપ', ૨૪૭); “બાંધું નાગદમણ ગુજરાતી ભાષા (દશમસ્કંધ', ૧૬-૫૪); સંવાદ શુરિક્ષતરાજાને, કહું પ્રાકૃત પદબંધ (“દશમસ્કંધ', ૧-૭(: “મેહનસુત રખીદાસ કહે: પ્રાકૃતમાં એ પુરાણી કરો ('સિંહાસનબત્રીશી', “વહાણની વાર્તા, ૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org