Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
ભૂમિકા
૨૫
શબ્દ અને અપશબ્દ–એટલે કે સાધુ અથવા વ્યાકરણશુદ્ધ. શિષ્ટ શબ્દ અને અસાધુ અથવા અશુદ્ધ, અશિષ્ટ શબ્દો વિશેની ચર્ચામાં, પતંજલિ (આ. ઈપૂ. ૧૫૦)ની પણ પહેલાંથી શિષ્ટ, સંસ્કારી વર્ગના “સંસ્કૃતના વિરોધમાં જનસમૂહની સંસ્કારહીન ભાષા તે “પ્રાકત અને તેના ભ્રષ્ટ”, “ગ્રામ્ય” પ્રયાગે તે “અપભ્ર શ” કહેવાતા. અને પછીથી સમયે મમયે લેકભાષાનું સ્વરૂપ પલટાતું રહ્યું તે અનુસાર અપભ્રંશ' એ એક સામાન્ય સંજ્ઞા તરીકે જુદી જુદી બોલીઓને લાગી છે. પ્રાકૃત, પ્રાકૃતનું શિષ્ટ રૂપ કે રૂપવિષે, મધ્યકાલીન દેશભાષાઓ અને અર્વાચીન મૈથિલી, ગુજરાત આદિ ભાષાઓ, સમયભેદે કે સ દભભેદે “ભાષા', પ્રાકૃત” “અપભ્રંશ” અને “અપભ્રષ્ટ” એવા નામનિર્દેશ પામી છે. તેમ જ “દેશી’ અને સામાન્ય ભાષા” એવી સત્તાઓ પણ દશમી શતાબ્દી પહેલાં લેકબેલીઓ માટે વપરાતી.
શરૂઆતમાં સંસ્કૃતના વિરોધમાં ગ્રામ્ય, અ-શિષ્ટ ગણાતી પ્રાકૃત બેલીઓ માટે “અપ શ” શબ્દને વ્યવહાર થતો, પણ પછીથી સાહિત્યિક પ્રાકૃતો વધુ ને વધુ રૂઢ સ્વરૂપ પામીને વ્યવહારની બોલીઓથી દૂર થવા લાગી, તે અરસામાં અપભ્રંશ' સામાન્ય નામમાંથી વિશેષ નામ બન્યું. કોઈપણ ગ્રામ્ય, વિકૃત' ભાષા માટે નહીં, પણ ભાષાવિશેષ માટે “અપભ્રંશ શબ્દ વપરાવા લાગ્યો. ભામહ (ઈ. છઠ્ઠી શતાબ્દી) તથા દંડી (આ. ઈ. સાતમી શતાબ્દી) સાહિત્યની ત્રણ ભાષા તરીકે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશનાં નામ આપે છે. આશરે સાતમી શતાબ્દીના એક તામ્રપત્રમાં, વલભીરાજ ગુહસેન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એ ત્રણ ભાષાઓમાં ગૂંથાયેલા સાહિત્યપ્રબંધ રચવામાં નિપુણ હતું એ ધરસેન (બીજા)ને નામે ઉલેખ છે. આ ઉલ્લેખમાં અપશ એ અમુક એક વિશિષ્ટ સાહિત્યભાષા તરીકે નિર્દિષ્ટ થયેલી છે. આગળ જતાં ઉદ્યતન (આઠમી શ.), સ્વયંભૂ નવમી શ ), પુદત (દસમી શ.) વગેરે અનેક અપભ્રશ કવિઓ, રાજશેખર (નવમી શી) હેમચ દ્ર અને બીજું ઘણું અપભ્રંશને એક સાહિત્યભાષા તરીકે ઓળખતા હોવાનું તેમના ઉલ્લેખ, વ્યવહાર, નિરૂપણ આદિ દ્વારા આપણે જાણીએ છીએ. પણ બીજે પક્ષે રુદ્રટ (નવમા .) નમિસાધુ (અગિયારમો શ.) તથા પુરુષોત્તમ (૧૧૧૨મી શ.) ? રામશર્માને માકડેય જેવા પ્રાકૃત વ્યાકરણકારે અપત્ર શ એક નહી', પણ અનેક હોવાનું જણાવે છે. તે અપભ્રંશની એકતા અને અનેકતાને લગતા નિદેશે અને પ્રમાણેની આ વિસંગતિને ખુલાસે છે?
આમાં એક વસ્તુ તે સ્પષ્ટ છે કે સાહિત્યશાસ્ત્રીઓ અને વૈયાકરણોને અપભ્રંશની વાત કરવાનું એટલા માટે પ્રાપ્ત થાય છે કે તે સાહિત્યમાં વપરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org