Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
અપભ્રંશ વ્યાકરણ
(૩૧) “સંસ્કૃતષી લાટવાસીએ મનેઝ પ્રાકૃતને સાંભળવાનું પસંદ કરે છે. ગુજરે અન્યના નહીં પણ પિતાના જ અપભ્રંશથી સંતુષ્ટ થાય છે. (ભેજ, દસમી શતાબ્દી).
(૩૨) “અપભ્રંશ ભાષામાં ગૂંથાયેલ સંધિબંધવાળાં મહાકાવ્ય તે અબ્ધિમથન વગેરે–ગ્રામ્ય અપભ્રંશ ભાષામાં ગૂંથાયેલ અવસ્ક ધકબંધવાળાં મહાકાવ્ય તે “ભીમકાવ્ય વગેરે (હેમચંદ્ર).
અષભ્રંશના સ્વરૂપની વિચારણા જ્યારે કોઈ સંશા શતાબ્દીઓ સુધી વપરાતી રહે, ત્યારે તેના અથવતુળમાં સમયે સમયે પરિવર્તન પણ થતું રહે એ સ્વાભાવિક છે. “પ્રાકૃત' એટલે (૧) સાહિત્ય અને શિષ્ટ વ્યવહારની સંસ્કૃત ભાષાથી જુદી તરી આવતી જનસાધારણની ભાષા, (૨) મહારાષ્ટ્રની પ્રાકૃત, (૩) મહારાષ્ટ્રી, શૌરસેની અને માગધી, એ ભાષાઓ, (૪) મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, અર્ધમાગધી, પિશાચી ને અપભ્રંશ એ ભાષાઓ (૫) એક તરફ સંસ્કૃત અને બીજી તરફ ગુજરાતી, હિંદી વગેરે ઉત્તરભારતીય ભાષાઓની વચ્ચેની ભાષાઓ, (૬) લેકભાષા ગુજરાતી, અવધી, બ્રજ, વગેરે. આ ઉપરાંત પણ બેત્રણ અર્થ નોંધી શકાય. “અપભ્રંશ' એ સંજ્ઞાનું પણ એવું જ છે.
ઈસુ પહેલાની બીજીથી માંડીને ઈસુની વીશમી શતાબ્દી સુધી એકના એક અર્થમાં “અપભ્રંશ' શબ્દનો પ્રયોગ થયો છે એમ માની બેસનાર પિતાને માટે પાર વગરને ગૂચવાડે ઊભો કરવાને. હકીકતમાં એ ઠીકઠીક ગૂંચવાડે ઊભો થફ્લે જ છે; અપભ્રંશને લગતાં પ્રાચીનનાં સમયે સમયે અને અલગ અલગ સંદર્ભમાં કરાયેલાં કથને એ શબ્દના અમુક એક નિયત અર્થને અનુલક્ષીને છે, એમ પહેલેથી સ્વીકારી લઈને કેટલાક અર્વાચીન વિદ્વાનોએ અપભ્રંશ વિશે બ્રમભરેલા મત બાંધ્યા છે, અને એથી એમને કેટલીક આધારભૂત સામગ્રીને એ મતના ચોકઠામાં મારીમચડીને બેસાડવી પડી છે.
અપભ્ર શના અર્થો વિશે ઉપર ટકેલાં પ્રમાણે ઉપરથી જોઈ શકાશે કે અપભ્ર શ”ને સાધારણ યંગિક અર્થ છે, “ઈષ્ટ કે માન્ય સ્થાનથી–ધોરણથી મૃત થવું” નીચા પડવું તે. લાક્ષણિક અર્થમાં આ પતન એટલે “ખલન', ભષ્ટતા.” “વિકૃતિ : ૫છી એ આચારવિચારના પ્રદેશમાં હોય કે ભાષાવ્યવહારના પ્રદેશમાં. ઠેઠ આપણુ સમય સુધી આ અર્થમાં “અપભ્રંશ' સંજ્ઞા વપરાતી રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org