Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 198
________________ ટિપ્પણ ૧૩૫ જોવા મળતાં હાવાનુ કહ્યું છે. આવી આવી વસ્તુઓ પર’પરાગત અપભ્રંશ વ્યાકરણુની પદ્ધતિ અમુક અંશે સ્થૂળ કે શિથિલ હોવાથી દ્યોતક છે. યાકરણના નિયમ એટલે કહેલી શરત અને મર્યાદાએની અંદર આવતી બધીયે ટનાઓને લાગુ પડતું એક સામાન્ય વિશ્વાન. સિદ્ધાંતની દૃષ્ટિએ તેમાં અપવાદ ન હોય. અપવાદ માં તા ીજા કોઈ નિયમને—જુદી શરતે ને મર્યાદાઓના સૂચક હોય. અથવા તેા તે કોઈક બાહ્ય પ્રભાવનું પરિણામ હાય. એક સ્વરને સ્થાને કઈ ઘરતાએ બીજો સ્વર આવે છે કે શા કારણે એક ને બદલે બીજું લિંગ પ્રયેાજાય છે એની સમજને અભાવે જ ઉપર કહ્યાં તેવાં વિધાતા કરવાનાં રહે. એના ઉપરથી એમ ન સમજવું કે અપભ્રંશમાં થેડીધણી અવ્યવસ્થા કે શિથિલતા ચાલતી. અવ્યવસ્થા કે શિથિલતા કાઈ પણ ભાષામાં ન ચાલે—ન હાય. ખરી રીતે આવી ખાખતમાં નિરીક્ષણુ કે વી`કરણ જ ખામીવાળુ હોય છે. વ્યાકરણકાર અમુક સામગ્રીના પોતાના વગીકરણમાં સમાવેશ નથી કરી શકયા-એનુ પૃથક્કરણ એટલે અરશે. અધૂરું છે એમ જ સમજવું. ઘણી વાર દેખાતા અપવાદો કાં તે ભાષાની આગલી અને પાબ્લી ભૂમિકાની અથવા તેા છે કે વધારે મેલીએની સામગ્રીની ભેળસેળને આભારી હાય છે. હેમચંદ્રે અપભ્રંશ વ્યાકરણ રચવા માટે ઉપયેાગમાં લીધેલી સામગ્રી ભિન્નભિન્ન સમયગાળાની અને ભિન્નભિન્ન પ્રદેશની હતી, એટલે તેના પ્રતિપાદનમાં વિકા અને અપવાદે આવ્યા વિના ન જ રહે. અપભ્રંશમાં દેખાતી શૌરસેની અને માહારાષ્ટ્રી પ્રાકૃતની છાંટ આ ઉપરાંત વૃત્તિમાં, કાઈ વાર વિશિષ્ટપણે અપભ્ર'શ ને બદલે માહારાષ્ટ્રી કે શૌરસેની પ્રયાગ પણ થતા હેાવાનુ કહ્યું છે. ખરી રીતે તે આના અથ એટલે જ થાય કે અપભ્રંશ ભાષામાં ગૂંથાયેલી રચનાઓમાં કવચિત્ પ્રાકૃત કે શૌરસેની રૂપે પણ વપરાયેલાં છે. અને પ્રસિદ્ધ અપભ્રંશ સાહિત્ય જોતાં પ્રાકૃત અસરનું મૂળ શું છે તે સમજાઈ જશે. અપભ્રશમાં માત્ર પદ્યસાહિત્ય જ છે. અને અપભ્રંશ કાવ્યેામાં અપભ્રંશ છંદો ઉપરાંત કેટલીક વાર વિશિષ્ટપણું પ્રાકૃત ગણાતા ગાથા, શીર્ષક, દ્વિપદી વગેરે તેમ જ અક્ષરગણાત્મક વૃત્તો પણ વપરાયાં છે. આવા છ દેશની ભાષા પ્રાકૃતબહુલ હૈાય છે. આ ઉપરાંત અપભ્રશ છટ્ઠામાં કેટલીક વાર છ દાભંગથી બચવા માટે પ્રાકૃત રૂપ વપરાતું. ઘણા અપભ્રંશ શબ્દોને અત્યાક્ષર લઘુ હોય છે, પ્રાકૃત શબ્દાના ગુરુ. એટલે જ્યાં છંદ-સકટ લાગે ત્યાં કોઈ વાર અંત્યલલ્લુ અપભ્રંશ રૂપને બદલે અયગુરુ પ્રાકૃત રૂપ વાપરી કવિ નભાવી લેતા. અપક્ષને બદલે કયાંક પ્રાકૃત પ્રયેાગ થતા હોવાનુ આ જ રહસ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278