________________
ટિપ્પણ
૧૩૫
જોવા મળતાં હાવાનુ કહ્યું છે. આવી આવી વસ્તુઓ પર’પરાગત અપભ્રંશ વ્યાકરણુની પદ્ધતિ અમુક અંશે સ્થૂળ કે શિથિલ હોવાથી દ્યોતક છે. યાકરણના નિયમ એટલે કહેલી શરત અને મર્યાદાએની અંદર આવતી બધીયે ટનાઓને લાગુ પડતું એક સામાન્ય વિશ્વાન. સિદ્ધાંતની દૃષ્ટિએ તેમાં અપવાદ ન હોય. અપવાદ માં તા ીજા કોઈ નિયમને—જુદી શરતે ને મર્યાદાઓના સૂચક હોય. અથવા તેા તે કોઈક બાહ્ય પ્રભાવનું પરિણામ હાય. એક સ્વરને સ્થાને કઈ ઘરતાએ બીજો સ્વર આવે છે કે શા કારણે એક ને બદલે બીજું લિંગ પ્રયેાજાય છે એની સમજને અભાવે જ ઉપર કહ્યાં તેવાં વિધાતા કરવાનાં રહે. એના ઉપરથી એમ ન સમજવું કે અપભ્રંશમાં થેડીધણી અવ્યવસ્થા કે શિથિલતા ચાલતી. અવ્યવસ્થા કે શિથિલતા કાઈ પણ ભાષામાં ન ચાલે—ન હાય. ખરી રીતે આવી ખાખતમાં નિરીક્ષણુ કે વી`કરણ જ ખામીવાળુ હોય છે. વ્યાકરણકાર અમુક સામગ્રીના પોતાના વગીકરણમાં સમાવેશ નથી કરી શકયા-એનુ પૃથક્કરણ એટલે અરશે. અધૂરું છે એમ જ સમજવું.
ઘણી વાર દેખાતા અપવાદો કાં તે ભાષાની આગલી અને પાબ્લી ભૂમિકાની અથવા તેા છે કે વધારે મેલીએની સામગ્રીની ભેળસેળને આભારી હાય છે. હેમચંદ્રે અપભ્રંશ વ્યાકરણ રચવા માટે ઉપયેાગમાં લીધેલી સામગ્રી ભિન્નભિન્ન સમયગાળાની અને ભિન્નભિન્ન પ્રદેશની હતી, એટલે તેના પ્રતિપાદનમાં વિકા અને અપવાદે આવ્યા વિના ન જ રહે.
અપભ્રંશમાં દેખાતી શૌરસેની અને માહારાષ્ટ્રી પ્રાકૃતની છાંટ
આ ઉપરાંત વૃત્તિમાં, કાઈ વાર વિશિષ્ટપણે અપભ્ર'શ ને બદલે માહારાષ્ટ્રી કે શૌરસેની પ્રયાગ પણ થતા હેાવાનુ કહ્યું છે. ખરી રીતે તે આના અથ એટલે જ થાય કે અપભ્રંશ ભાષામાં ગૂંથાયેલી રચનાઓમાં કવચિત્ પ્રાકૃત કે શૌરસેની રૂપે પણ વપરાયેલાં છે. અને પ્રસિદ્ધ અપભ્રંશ સાહિત્ય જોતાં પ્રાકૃત અસરનું મૂળ શું છે તે સમજાઈ જશે. અપભ્રશમાં માત્ર પદ્યસાહિત્ય જ છે. અને અપભ્રંશ કાવ્યેામાં અપભ્રંશ છંદો ઉપરાંત કેટલીક વાર વિશિષ્ટપણું પ્રાકૃત ગણાતા ગાથા, શીર્ષક, દ્વિપદી વગેરે તેમ જ અક્ષરગણાત્મક વૃત્તો પણ વપરાયાં છે. આવા છ દેશની ભાષા પ્રાકૃતબહુલ હૈાય છે. આ ઉપરાંત અપભ્રશ છટ્ઠામાં કેટલીક વાર છ દાભંગથી બચવા માટે પ્રાકૃત રૂપ વપરાતું. ઘણા અપભ્રંશ શબ્દોને અત્યાક્ષર લઘુ હોય છે, પ્રાકૃત શબ્દાના ગુરુ. એટલે જ્યાં છંદ-સકટ લાગે ત્યાં કોઈ વાર અંત્યલલ્લુ અપભ્રંશ રૂપને બદલે અયગુરુ પ્રાકૃત રૂપ વાપરી કવિ નભાવી લેતા. અપક્ષને બદલે કયાંક પ્રાકૃત પ્રયેાગ થતા હોવાનુ આ જ રહસ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org