Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
ટિપ્પણું
૧૩ જેમ સંસ્કૃતનું સ્વતંત્ર રીતે તેના તત્કાલીન સ્વરૂપનાં સૂક્ષ્મ નિરીક્ષણ ને પૃથક્કરણને આધારે વ્યાકરણ રચાયું, તે જ પદ્ધતિએ કે તેવી નિષ્ઠાથી પ્રાકૃતનું વ્યાકરણ રચાવાની શક્યતા ન હતી. વસ્તુત:, સંસ્કૃત જાણનાર સાહિત્યપ્રિય સંસ્કારી શિષ્ટ વર્ગને પ્રાકૃતમાં સાહિત્યરચના કરવી હોય તે તેમણે સંસ્કૃતમાં શા શા ફેરફાર કરવા જેથી સંસ્કૃત ઉપરથી પ્રાકૃત બનાવી શકાય—મુખ્યત્વે એ દષ્ટિએ જ પ્રાકૃત વ્યાકરણનિયમો ઘડાતા. બીજા શબ્દોમાં કહીએ તે સંસ્કૃતિને પ્રકૃતિ માની, તેના ઉચ્ચારણમાં, વ્યાકરણતંત્રમાં તેમ જ શબ્દભંળમાં થયેલા વિકારો રૂપે જ પ્રાકૃતો જોવામાં આવતી. અને પરંપરાગત પ્રાકૃત વ્યાકરણમાં એવા વિકારોની જે નોંધ હોય છે તે સુક્ષ્મ પૃથક્કરણ દ્વારા તારવેલી વિગતોની વ્યવસ્થિત ગોઠવણી કરીને, કે ભાષાનું સ્વરૂપ અને હાર્દ સમજવાના આશયથી નહીં, પણ તરત નજરે ચડે તેવા પચીશપચાસ વિકાર અને ભેદક લક્ષણેની એક નોંધપોથી રજુ કરવાના આશયથી આપી હોય છે. આ પરંપરાગત પદ્ધતિને અનુસરીને હેમચંદ્ર પણ સંસ્કૃતમાંથી મુખ્ય પ્રાકૃત કેમ બનાવવું તેના નિયમો આપી, તે પછી, એ નિયમ ઉપરાંત બીજા જે કેટલાક વિશિષ્ટ નિયમો લાગુ પાઠવાથી શૌરસેની, માગધી, પૈશાચી, અપભ્રંશ વગેરે સિદ્ધ થાય છે, તેની નોંધ આપી છે. આટલા વિવરણ ઉપરથી સ્પષ્ટ થશે કે હેમચ દ્રના અપભ્રંશ-સૂત્રમાંઅથવા તે બીજા કોઈ પણ પ્રાચીન પ્રાકૃત વ્યાકરણમાં–શાસ્ત્રીય ધોરણ પ્રમાણેનું સુક્ષ્મદશી વ્યાકરણ નહીં, પણ થોડીક, તરત જ પકડાઈ આવે તેવી લાક્ષણિકતાએની ઉપરટપકેની નેંધ જ મળે. આમ “સિદ્ધહેમ” ને માહારાષ્ટ્રીવિભાગ તેના સંસ્કૃત વ્યાકરણના પરિશિષ્ટ કે પુરવણી જે છે, તે અપભ્રંશ સહિત ઇતર પ્રાકૃતોને લગતા વિભાગો મહારાષ્ટ્ર વિભાગનાં પરિશિષ્ટ કે પુરવણી જેવા છે. જોઈ શકાશે કે અપભ્રંશવિભાગના અભ્યાસીને આગલે મહારાષ્ટ્રીવિભાગ જાણુ એ અનિવાર્ય છે.
સંસ્કૃતની જેમ પ્રાકૃતવિભાગ પણ સંસ્કૃત ભાષામાં અને સૂત્રશૈલીમાં રચેલે છે. સૂત્રોમાં તે ખૂબ જ સ ક્ષિપ્તતા અને પારિભાષિક સંજ્ઞાઓને પ્રયોગ હેય. આથી સૂત્રને અર્થ ઘટાવવા વિશિષ્ટ નિયમે આપવામાં આવે છે. આ નિયમો અને પરિભાષા સંસ્કૃત વિભાગમાં આપેલાં છે. અપભ્રંશવિભાગનાં સૂત્રો સમજવા માટે એ નિયમો અને પરિભાષામાંથી કેટલુંક જાણી લીધા વિના ચાલે તેમ નથી. સૂત્રને સમજાવવા હેમચંદ્ર પિતે “પ્રકાશિકા” નામક સંસ્કૃત વૃત્તિ રચેલી છે અને તેમાં તેમણે મુત્રમાં ગૂંથેલા નિયમનાં અપભ્રંશ ઉદાહરણો પણ આપ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org