Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
ટિપ્પણ
પ્રાસ્તાવિક
હેમચંદ્ર રચેલું અપભ્રંશનું વ્યાકરણ એક સ્વતંત્ર ને સ્વયંપર્યાપ્ત રચના રૂપે નથી. અપભ્રંશ એ પ્રાકતને જ એક પ્રકાર હોવાથી હેમચંદ્રનું અપભ્ર શા
વ્યાકરણ તેના પ્રાકૃત વ્યાકરણને જ એક ભાગ છે, અને એ પ્રાકૃત વ્યાકરણ પણ તેના સંસ્કૃત વ્યાકરણને જ એક અંશ છે: હેમચંદ્રના એ બૃહત વ્યાકરણનું નામ “સિદ્ધહેમશબ્દાનુશાસન ” કે ટૂંકમાં “સિદ્ધહેમ' “સિદ્ધહેમ' ના આઠ. અધ્યાયમાંથી પહેલા સાતમાં સંસ્કૃત વ્યાકરણ છે, આઠમામ પ્રાકૃત વ્યાકરણ પ્રાકૃત અધ્યાયમાં અપભ્રંશ સહિત છ પ્રાકૃતિનું પ્રતિપાદન નીચેની યોજના પ્રમાણે થયું છે :
પહેલે, બીજો તથા ત્રીજે પાદ : વ્યાપક પ્રાકૃત કે મહારાષ્ટ્રી ચોથે પાદ સત્ર ૧-૨૫૯ : સંસ્કૃત ધાતુઓને સ્થાને પ્રાકૃતમાં વપરાતા
ધાતુઓ—એટલે કે ધાત્વાદેશ - ૨૬૦–૨૮૬ :
શૌરસેની - ૨૮૭-૩૦૨ : માગધી
૩૦ ૩-૩૨૪ : પૈશાચી
૩૨૫-૩૨૮ : ચૂલિકા-પૈશાચી - ૩૨૮-૪૪૬ : અપભ્રંશ
- ૪૪૭-૪૪૮ : પ્રાત વિશે સર્વસામાન્ય આમ અપભ્રંશના વ્યાકરણે “સિદ્ધહેમ'ના આઠ અધ્યાયમાંથી છેલ્લા અધ્યાયના ચેથા પદને પાછલે અંશ રોક્યો છે–ચોથા પાદનાં કુલ ૪૪૮ સૂત્રોમાંથી અપભ્રંશને ફાળે ૧૧૮ સૂત્ર આવ્યાં છે. - વરરુચિથી લઈને માકડેય કે અપય દીક્ષિત સુધીના બધાયે પ્રાકૃત વ્યાકરણ કાર પ્રાકૃતિનું સ્વતંત્ર, અન્યનિરપેક્ષ દૃષ્ટિએ પ્રતિપાદન નથી કરતા. પહેલાં તો સંસ્કૃતની તુલનાએ પ્રાકૃતનાં સ્થાન અને પ્રતિષ્ઠા ઘણાં નીચાં હતાં, અને એમાં સુધારે થતો ગયો ત્યારે પણ પ્રાકૃતોને સાહિત્ય અને શિષ્ટ વ્યવહારમાં મર્યાદિત વપરાશ જ હતું, એટલે પ્રાકૃતના અભ્યાસનું એવું કશું મહત્ત્વ ન હતું. આથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org