Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
- ૨૮
અપભ્રંશ વ્યાકરણ
અપભ્રંશના જ હે ય છે. આભીરી સાથે અપભ્રંશને ગાઢ સંબંધ હોવાના બીજા પણ અનેક પ્રમાણે છે. ઐતિહાસિક દષ્ટિએ જોતાં બીજી શતાબ્દીમાં સૌરાષ્ટ્રમાં આભીરરાજ ઈશ્વરસેનનું શાસન હેવાને ઉલ્લેખ મળે છે. પુરાણમાં ઉત્તરના, વક્તવ્ય કે પશ્ચિમના પ્રદેશે સાથે આભીરને સંબંધ બતાવ્યો છે. મહાભારત” (સભાપર્વ) અને “બ્રહ્માંડપુરાણ આભીરને સિંધુપ્રદેશમાં મૂકે છે. આભીરોના વસાહત ક્રમે કરીને દક્ષિણ તરફ ખસી હોવાના પણ પુરાવા મળે છે. બૃહતસંહિતા'માં આભીર આનર્ત અને સૌરાષ્ટ્રમાં હોવાનું તેમ જ કોંકણમાં હોવાનું કહ્યું છે. આમ સિંધ, - રાજસ્થાન, વ્રજભૂમિ, માળવા, ગુજરાત, સૌરાષ્ટ્ર, ખાનદેશ અને વરાડ સુધીનો પ્રદેશ સમયે સમયે આભારે સાથે સંકળાયેલે જણાય છે. અપભ્ર શના વિસ્તૃત મહાકાબે વિદર્ભ આસપાસના દિગબર જૈન કવિઓનાં અને રાજસ્થાનના શ્વેતાંબર જૈન કવિઓનાં, અપભ્રંશ સાહિત્યરચનાને શિલાલેખગત પ્રાચીન ઉલેખ સૌરાષ્ટ્રના વલભીને, ઉપલબ્ધ સવિસ્તર નિરૂપણું ગુજરાતના હેમચંદ્રનું વગેરે હકીકતો જોતાં તેમ જ અર્વાચીન હિ દી, રાજસ્થાન અને ગુજરાતીને અપભ્રંશ સાથેને ઘનિષ્ઠ સંબંધ જોતાં ઉપયુક્ત કથન સમર્થિત થાય છે.
ભાષાવિકાસની દૃષ્ટિએ અપભ્રંશનું સ્થાન પ્રાકૃત પછી અને અર્વાચીન ઉત્તર ભારતીય ભાષાઓની પહેલાં છે. ભારતીય ભાષાઓને–ભારતીય–આય” ભાષાને વેદથી લઈને આજ સુધીને ઈતિહાસ અભ્યાસની સગવડ ખાતર ત્રણ ભૂમિકામાં વહેંચી નખાવે છે. પ્રાચીન ભારતીય-આર્ય (વૈદિક ભાષા પ્રશિષ્ટ સંસ્કૃત), મધ્યમ ભારતીય-આર્ય (પાલિ. પ્રાકૃત, અપભ્રંશ', નવ્ય ભારતીય-આર્ય (હિંદી, ગુજરાતી, મરાઠી, બંગાળી વગેરે. આમાંથી મધ્યમ છારતીય–આય સૂમિકાના પ્રાચીન (અશોકકાલીન બોલીઓ, પાલિ વગેરે). મધ્યમાં સાહિત્ય, નાટક વગેરેની પ્રાકૃત) અને અતિમ (અપભ્રંશ) એવા પિટાવિભાગ પાડી શકાય. એ રીતે જોતાં અપભ્રશ મધ્યમ અને અર્વાચીન ભૂમિકા વચ્ચેની સંક્રમણદશા રજૂ કરે છે. અપભ્રશ અમુક અંશે પ્રાકૃત હોવા છતાં તેની પિતાની આગવી વિશિષ્ટતાઓ ઘણી છે, જે આગળ જતાં અર્વાચ ન ભૂમિકામાં ઊતરી આવે છે. અપભ્રંશનું ઉચ્ચારણ મુખ્ય વિગતોમાં પ્રાકૃત ભૂમિકાનું ચાલુ રહ્યું હોવાનું કહી શકાય. અંત્ય સ્વરોને હ્રસ્વ ઉચ્ચારવાનું પ્રબળા વલણ અનાદ્ય સ્થાને રહેલા “એ-“ઓનું પણ હસ્વ ઉચ્ચારણ, અનુનાસિક સ્વરોની બહુલતા, નાસિક્ય વકાર, બે સ્વર વચ્ચેના “સૂને “હું, “-~~->(પૂર્વસ્વરદઈવ+ 'વ”—એવી પ્રકિયા, પ્રદેશભેદે અરેફ વાળા સ યુક્ત વ્યંજનો જાળવી રાખવા અને કવચિત્ (આદ્યાક્ષરમાં) રકારની પ્રક્ષેપ-વગેરે વિગતોમાં અપભ્રંશ પ્રાકૃતથી જુદી પડે છે. રૂપાખ્યાનમાં સાર્વનામિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org