Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
ભૂમિકા
વરૂપ
આ કાવ્યસામગ્રીને જે કલેવરમાં ગોઠવવામાં આવી છે તે હવે જોઈએ. પ્રથમ તે એ કે કૃતિનું નામ કાવ્ય પ્રકાર જણાવી દે છે. જૂની ગુજરાતીમાં અને હિંદીમાં સંખ્યાબંધ રાસાકાવ્ય જાણતાં છે. અપભ્રંશમાં એ જ કg
સાથળનાર આ પહેલાં પ્રસિદ્ધ થયેલો છે. પણ સ્વરૂપ અને સંવિધાનની દષ્ટિએ સૌથી નખ પડી આવતે આ પહેલે જ અપભ્રંશ રાસે પ્રસિદ્ધિમાં આવ્યો છે. કવિએ કાવ્યને વિજ્યાનુકૂળ એવા ત્રણ વિભાગોમાં વહેંચી નાંખ્યું છે. એ દરેકને કn એવું પામ આપ્યું છે. વળી પહેલા પ્રક્રમમાં પ્રાસ્તાવિક વાતે આપવામાં આવી છે. આથી તેની ભાષા પણ પ્રાકૃત છે, અપભ્રંશ નહીં. કાવ્યમાં વચ્ચેવચ્ચે જ્યાં જ્યાં ગાથા આવે છે તે દરેક સ્થળે પ્રાકૃતને જ ઉપયોગ કરાય છે અને જે બેચાર વર્ણવૃત્તો વાપરવામાં આવ્યા છે તેમની ભાષા પણ પ્રાકૃતપ્રચુર છે. વિરહાંકના “વૃત્તજાતિ-સમુચ્ચય” કે સ્વયંભૂના “સ્વયંભૂદ જેવા છગ્ર એ રાસાનું એવું લક્ષણ બાંધ્યું છે કે જેની અડિલા, રાસા, ચઉપઈ, દોહા વગેરે છંદમાં રચના કરવામાં આવે તે રાસે. એ વ્યાખ્યા “સંદેશરાસકને બરોબર લાગુ પડે છે. અને “સંદેશરાસકમાં પણ બહુ રૂપકમાં (=ઈદમાં) નિબદ્ધ એવો રાસક” -એવું રાસકનું લક્ષણ અપાયું છે.
કાવ્યની ભાષા અપભ્રંશ છે ખરી પણ તે લૌકિક બોલીઓના ઠીકઠીક સંપર્કમાં આવેલી ઉત્તરકાલીન અપભ્રંશ છે. આમાં હેમચંદ્રના શિષ્ટમાન્ય અપભ્રંશનાં કેટલાંક લક્ષણો તો છે જ, પણ એથી આગળ ચાલતાં કેટલીક એવી વિશિષ્ટતાએ આપણે જોઈએ છીએ કે જે કોઈ એક પ્રાંતની ભાષાની આગવી નહીં, પણ બધાં ઉત્તરકાલીન અપભ્રંશભેદે વચ્ચે સામાન છે, અને આ સૌ ઉપરાંત પણ “સંદેશરાક’ની ભાષામાં કેટલાંક શબ્દ અને રૂપ એવાં છે–જેમ કે સિનેહય', “નિવેહિય” જેવામાં હું ને , “સંહયમાં ર૬ ને “ચંબામાં
ના જ, કાલગુલિ' (સરખા હિન્દી કાની ઉગલી') જેવા શબ્દો–જે પંજાબી બેલી માટે લાક્ષણિક છે. આથી તેને પંજાબી અને પ્રાચીન ગૌર્જરની છાંટવાળી ઉત્તરકાલીન અપભ્રંશ કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org