________________
શ્રીવિંશતિ-વિશિકા-ગ્રન્થના પ્રણેતા, પ્રણેતાની પિછાન, ગ્રંથનું સાન્તર્થનામ, ગ્રંથમાં આવનારી વીશ વિંશિકાઓની ક્રમશઃ સાત્વર્થપૂર્વક નામાવલિ, ગ્રન્થ-ક-પ્રમાણુ અને પ્રણેતાને પુનિતસમય વિગેરેનું સંક્ષેપતઃ વર્ણન એકથી નવ પેરેગ્રાફમાં સ્પષ્ટપણે વાંચવામાં આવે છે. અને તે પછી પ્રથમ શ્રીઅધિકાર-સુચના-વિશિકાથી વીશમી શ્રીસિદ્ધિ-સુખ-વિશિકા સુધી વીશ વિંશિકાઓમાં આવતા ભાવો સારાંશ રૂપે આ ગ્રંથના પ્રથમ વિભાગમાં આલેખન કરેલાં દૃષ્ટિગોચર છે. એટલે આ વિભાગમાં આવતી સામગ્રીઓ વાંચકને વાંચવાથી સ્પષ્ટ સમજાઈ જાય તેવી છે, તેથી પુનરૂકિતરૂપે તેનું આલેખત આ પ્રસ્તાવનામાં કર્યું નથી. - વિશિકાઓનું વિશાળ-ગૌરવ.
વિશેષમાં સમજવાનું એ છે કે એક એક વિશિકા, એક એક વિશિકાના એક એક મલેકના પૂર્વા. પર સંબંધની વિચારણાઓ, અને એક એક પદની વિચારણાઓ સુવિકિ વાંચક-વર્ગ સમક્ષ આલેખન કરીને રજુ કરાય તે વાસ્તવિકરીતિએ એક એક વિંશિકા ઉપર વિસ્તૃત ગ્રંથ આલેખન કરી શકાય તેમ છે, તેટલી ભરપૂર શાસ્ત્ર-વિહિત સામગ્રીઓ પૂ. શાસ્ત્રકારે છે તે દરેકે દરેક વિશિકામાં અને પદ્ય પધમાં ઠાંસી ઠાંસાને ભરી છે તે બુદ્ધિમાનેથીજ ગમ્ય છે.
આ બીના લવલેશભર અતિશકિત ભરી નથી, કારણકે મહારા પ્રાતઃસ્મરણીય–પૂજ્યપાદ દાદા ગુરૂદેવ આગમખ્વારકઆચાર્યદેવેશ-શ્રી આનન્દસાગરસુરીશ્વરજીએ શ્રીવિંશતિ-વિશિકા-ગ્રન્થ ઉપર દીપિકાની રચના કરી છે. તેમાં પ્રથમ વિશિકા પૂર્ણ, અને બીજી વિશિકાના સાતમા પદ્ય સુધી જે આલેખન હારા પૂ. દાદા ગુરૂદેવે પ્રૌઢ ભાષામાં કર્યું છે, તે જે સંપૂર્ણ કરવામાં આવ્યું હતું તે તે વીશ-વિંશિકાના ભાવાર્થથી ભરપૂર તે દીપિકાનું આલેખન દીર્ધ કાયરૂપ ધારણ કરી શકત તેમાં શંકાને સ્થાન જ નથી. કારણકે શાસ્ત્રકારે ભરેલા ભાવને પ્રગટ કરવા એજ વ્યાખ્યાનકારનો વિષય છે, અને તેથીજ પૂ. ગુરૂદેવે દીપિકામાં વિશાળ પણે ભાવે જણાવ્યા છે. હમણાં મહારા પૂ. ગુરૂદેવ પં. પ્રવરશ્રી ચન્દ્રસાગરજી તરફથી તે પ્રથમ–અધિ. કા–સૂચના-વિશિકા ઉપર તે વિંશિકાનું રહસ્ય ગુર્જર ભાષામાં આલેખન કરાય છે, અને સાથે સાથે તે આલેખન પ્રેસમાં મુદ્રણ થાય છે. તે પ્રથમ-વિશિકા-- રહસ્યના પ્રથમ બે પદ્યમાં આવતાં વીતરાગાદિ છે વિશેષણા ઉપર અને પ્રથમ પધમાં આવતા પ્રથમ “નસિક'' પદ ઉપર શાસ્ત્રકાર ભરેલા ભાવના આશાને સ્પષ્ટપણે સમજાવવામાં આવેલ છે, છતાં પણ તે સંબંધમાં ઘણું ઘણું આલેખન કરવાનું રહી જાય છે; એમ હારા પૂ. ગુરૂદેવ જણાવે છે. તે માટે તે વિંશતિ વિંશિકાની પ્રથમ વિંશિકાનું રહસ્ય ટંક વખતમાં ખાર. ૫ડશે, દરેક વિંશિકા સ્થિત પધો, અને પધસ્થિત પદેને ભવ્યભાવ ખૂબ પરિશીલન થાય તે માટે ખૂબખૂબ પ્રયત્ન પૂર્વક તેનું વાંચન-મનન-પરિશીમન કરવા દરેક વાંચકો ભાગ્યશાલિ બને એવી નમ્ર ભલામણ છે. આથી જ વિશિકાનું વિશાળ ગૌરવ સુવિકિની નજરે નિશ્ચિત થાય તેમાં શંકાને સ્થાન જ નથી. પ્રથમ વિભાગની પરિસમાપ્તિમાં ઉપસંહારરૂપે આ સારાંશને વિવેકપૂર્વક વિભાગશ: સમજાવીને, અને પ્રા:તસ્મરણીય–પૂજ્યપાદ-આગમોદ્વારકઆચાર્ય દેવેર-દાદા-ગુરૂદેવના ઉપકારનું આલેખન કરીને આ પ્રથમ વિભાગ સમાપ્ત કરાય છે. સાન્તર્થ બીજો વિભાગ, - ત્યારપછી સાથે જ બીજો વિભાગ શ્રદ્ધાદિપષક-સુધાબ્ધિ” નામે શરૂ થાય છે. વિ. સં. ૧૯૮૮માં મુંબઈ લાલબાગ મુકામે પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ આગદ્ધારક આચાર્ય દેવેશ શ્રીગુરૂદેવ સાથે મહારા પૂ. શ્રીગુરૂદેવ પંન્યાસ-પ્રવરશ્રીજીનું ચાતુર્માસ થયું, તેજ અવસરે આ શ્રસિધ્ધચક-પાક્ષિક અને તેનું