________________
શ્રીઆનન્દ-ચન્દ્ર-સુધાસિન્ધ–(પ્રથમ વિભાગ)-ગ્રન્થ
= = પ્રસ્તાવના.
શાશ્વત શારિતા-સમસ્ત્ર--મંત્રાધિરાનાનેશ્વર-શ્રીસિદ્ધવખ્યો નમો નમઃ |
| સર્જ-સમીતિકૂ-શ્રીરાધાનાથો વિનયમાના
ગ્રન્થનું નામ,
શાશ્વત–શાન્તિદાયક ત્રિકાલાબાધિત– અવિચ્છિન્ન–પ્રભાવશાલિ, સકલામ-શાસ્ત્ર-સિદ્ધાન્ત--દેહનનવનીતરૂ૫. સકલજન–મને ભિલાષાદિપૂરક, સકલ–મત્ર તત્કાધિરાજ-શ્રીસિદ્ધચક-મહાયંત્રનું હદયમાં ધ્યાન ધરીને: સકલ-સમીહિતપુરક—શ્રીશંખેશ્વર-પાશ્વનાથને બહુમાન પુરસ્પર સર્વસ્વ સમર્પણ કરવા રૂપ ભાવ-વન્દનમય નમસ્કાર કરીને, અને મહારા–સકલ ઉપકારિઓના ઉપકારને સ્મૃતિ–પટમાં સુશ્કિરકરીને શ્રીઆનદ-ચન્દ્ર-સુધાસિંધુ-વિભાગ ૧લાની પ્રસ્તાવનાનો અત્ર પ્રારંભ કરાય છે.
પ્રકાશન થતાં પારાવાર–પ્રકાશમાં આ એક ગ્રંથને વધારે વિશિષ્ટ–પ્રોજન પૂર્વકનો થાય છે. આ ગ્રંથનું નામ શ્રી આનન્દ-ચન્દ્ર સુધાસિબ્ધ વિભાગ ૧લો રાખેલું છે, અને તે નામ રાખવાના સબળ કારણોને પ્રકાશક પિતાના નિવેદનમાં જણાવ્યા છે, તેથી તે સબંધની વિચારણા તે નિવેદનમાં સમજાશે. આથી હવે આ ગ્રન્થમાં આવતી સર્વ સામગ્રીઓને ક્રમશઃ વિચારીએ. -
આ ગ્રંથ ત્રણ વિભાગમાં વહેંચાયેલો છે. (૧) “શ્રી વિશતિ વિંશિકા-સારાંશ:”ના નામથી પૃ. ૧ થી પૃ. ૪૦ સુધીને પ્રથમ વિભાગ. (૨) “શ્રીશ્ર ધાદિ–ષિક-સુધાબ્ધિ:'ના નામથી પૃ. ૧ થી પૃ. ૬૮ સુધીને બીજે વિભાગ; અને (૩) “ શ્રીસુધા-વર્ષા ” ના નામથી પૃ. ૧થી પૂ. ૬૦ સુધીને ત્રીજો વિભાગ.
આ ત્રણે વિભાગનું સંમિલન કરીને આ ગ્રંથનું નામ “શ્રીઆનન્દ-ચન્દ્ર સુધાસિન્ધ: રાખેલ છે. પ્રથમ-વિભાગના પ્રારંભમાં
આ પ્રથમ વિભાગનું અવલોકન કરતાં પહેલાં વાંચકે યાદ રાખવું જરૂરનું છે કે આ શ્રી વિંશતિવિશિકા-ગ્રંથના કઠિન સ્થળે સમજવાનું અને ધારવાનું પ્રાતઃસ્મરણીય પૂ. દાદા ગુરૂદેવ પાસે હારા પૂ ગુરૂદેવ સાથે થયું હતું, અને તેથી તેઓશ્રીએ સારાંશનું આલેખન તે અવસરે તૈયાર કર્યું હતું, અને તેથી જ આ શ્રીવિંશતિ-વિશિકા-સારાંશનું કમશઃ આલેખન વિ. સ. ૨૦૦૨ના આશ્વિનથી માહ સુધીના મહિનાઓના અનુક્રમે પાંચ માસના શ્રી સિદ્ધચક પત્રમાં આવેલું હતું. પરંતુ તે માસિકમાં દર મહિને તે આલેખન છૂટું છવાયું આવતું હોવાથી, સારાંશરૂપે આપેલું વાંચન ગ્રન્થરૂપે વ્યવસ્થિત થાય એવી વાંચકોની માંગણીને પૂરી પાડવાના હેતુથી બીજી આવૃત્તિરૂપે આ પ્રથમ-વિભાગમાં સંગૃહીત રૂપે પૂર્વે જણાવેલ સાધન્ત-સારાંશ આપેલ છે.