________________
જ્ઞાનનું કારણ છે. તે સિવાય અન્ય ઉપાય નથી.
[૧૧૨]
બહાર ફરતો ઉપયોગ સ્વમાં પલટો મારે ત્યારે આત્મા જે અતીન્દ્રિય પૂર્ણાનંદનો સ્વામી છે તે લક્ષ્યમાં આવે છે. તેનું ધ્યાવન કરતાં મન શાંત થઈ જાય છે, ત્યારે સ્વાનુભૂતિનો રસ છે તે સમ્યગ્દર્શન છે. [૧૧૩]
નિશ્ચયથી આત્મામાં અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્યરૂપ થતું નથી, માત્ર પદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થાય છે. માટે વર્તમાન અવસ્થામાં થતાં શુભાશુભ, રાગાદિ ભાવને ગૌણ કરી શુદ્ધ જ્ઞાતાને દૃષ્ટિમાં લેવો, શ્રદ્ધવો તે સમ્યગ્દર્શન છે અને જાણવો તે સમ્યજ્ઞાન છે. [૧૧૪]
આ જાણનારો તે જ હું છું અન્યરૂપે થયો નથી. એવો પોતાને અનુભવ થયો તેને શુદ્ધ નિશ્ચય ધર્મ પ્રયોજનવાન છે. તે પહેલાની ભૂમિકાએ દેવાદિ અવલંબન વિગેરે વ્યવહારધર્મ જાણવો પ્રયોજનવાન છે. ઉપાદેય તો શુદ્ધ નિશ્ચયનય છે છતાં વ્યવહારધર્મના સાધન વડે નિશ્ચયધર્મ-સાધ્ય સિદ્ધ થાય છે. [૧૧૫]
આત્મા એક અખંડ પિંડ છે. અભેદ છે. આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર છે એમ કહેવું, તેવા ભેદ કરવા તે વ્યવહાર છે. એવા ભેદના લક્ષે અશુદ્ધતા આવે છે. વિકલ્પતા આવે છે. [૧૧૬]
દૂધને ઘૂંટવાથી દૂધપાક બને તેમ શ્રુતજ્ઞાન, સ્વાધ્યાયને ઘૂંટવાથી અનુભવજ્ઞાન થાય તે છેક કેવળજ્ઞાન સુધી પહોંચાડે. અનુભવજ્ઞાન સિવાય અન્ય કોઈ સાધન કે યુક્તિ આત્મપરિચય માટે નથી. મેંદીને પાંદડે પાંદડે રંગ છે, તેમ જિનવાણી, શ્રુતજ્ઞાનમાં શબ્દેશબ્દે વૈરાગ્યનો રંગ છે. પણ સંસારના જીવો શિયાળિયા જેવા છે તે રાગ કરે છે. જિનવાણી સિંહનાદ છે, જેથી રાગ ભાગે. [૧૧૭]
શુદ્ધ નિશ્ચયથી વિચારવામાં આવે તો દર્શનાદિ અનંત પર્યાયો એક
૩૦ * અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org