Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 274
________________ એકસાથે વિચારતાં એક જ સમયે સત્તાપણે અને પ્રગટપણે જોતાં શુદ્ધાશુદ્ધ છે. સંસારી જીવોની આવી વિચિત્ર દશા છે. એક સમયમાં શુદ્ધ અશુદ્ધ શુદ્ધાશુદ્ધ ત્રણ રૂપ છે તે ત્રણેય અવસ્થા છે તેમાં અખંડ ચેતનાશક્તિ સમાયેલી છે. આ સ્યાદ્વાદ પ્રણાલિને સમજીને બોધ ગ્રહણ કરી અશુદ્ધતા ટાળી શુદ્ધ દશા પ્રત્યે દૃષ્ટિ કરી શુદ્ધતાને ભજવી તેમાં શ્રેય છે. મોહનિદ્રા ત્યજી જ્ઞાનના પ્રકાશને ગ્રહણ કરી સ્વસ્વરૂપમાં લીન થાઓ, ત્યાં જ અનંત સુખ છે. [૫૮] વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી. પશુ છે, પક્ષી છે. વૃક્ષો છે, વનોની છે વનરાજી. અનંત આત્માઓ વચ્ચે, અડગ એક ધ્રુવનો તારો, અનંત દીપક વચ્ચે, ઝળકતો સૂર્ય એક ન્યારો, અનંતકાળના પરિભ્રમણ, પછી સાંપડતો. કિનારો, અનંત સંસારનો અંત લાવતો વીતરાગધર્મ છે ચારો” [૯૫૯] મારા સ્વામી પરમ સામર્થ્યવાન છે અને હું તેમનો સેવક છું એવો ખ્યાલ નિરંતર ન રહે ત્યાં સુધી માનવીના દુઃખોનો ભાર ઓછો થતો નથી. પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્યું કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા અને જોઈને પરિક્ષીણ/દૂર કરવા. [૬] પૂર્વ કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ વર્તમાન દુઃખને દૂર કરવા એ જીવના હાથની વાત નથી પરંતુ દુઃખ પ્રત્યેના દ્વેષને દૂર કરી આનંદપૂર્વક તેને સમભાવે ભોગવી લેવા તે જીવના હાથની વાત છે. શરીર ગયા વગર દુઃખ નહિ જાય, વાસના ગયા વગર શરીર નહિ જાય. વૈરાગ્ય વિના વાસના નહિ જાય. વિવેક વિના વૈરાગ્ય નહિ ઊપજે અને સત્સંગ તથા ગુરુસેવા વગર વિવેક નહિ આવે. [૯૬૧ સમાધિ એ માનવઆત્માની સહજ અવસ્થા છે. તે એવી નિષ્ક્રિય અવસ્થા છે કે જે સક્રિયા તથા અંતરંગ પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થાય છે. તે એવી અહંભાવરહિત નિદ્રા છે કે તે જાગતા માણી શકાય અમૃતધારા ૨૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282