Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 273
________________ સાથે વૃક્ષનાં મૂળિયાં સાથે ભળી ખારા, ખાટા, કડવા, મીઠાંપણે પરિણમે છે તેમ સદ્ગુરુના બોધને તે સાંભળીને કોઈ વિષાદ કરે, કોઈ ખેદ કરે, ઊંઘે, કોઈ ગ્રહણ કરે. કોઈ આનંદ માણે. જીવોની પ્રકૃતિની આવી વિચિત્રતા છે. જ્ઞાનીની વાણી તો અમૃત જ છે, કરુણાપૂર્ણ છે. જે ગ્રહણ કરે છે તે પાર પામે છે. [૫૫] સંસારમાં નવ રસ પ્રસિદ્ધ છે તેમાં શાંતરસ સિવાય સર્વે પૌદ્ગલિક છે. જે જે જીવ જે જે રસમાં લીન બને છે તે રસ તેને રુચિકર લાગે છે. તે પોગલિક રસની રુચિ એ સંસારવર્ધક છે તેને જ્ઞાની પરમાર્થ પદ્ધતિમાં જાણે છે જેમાં આકાશ અને પાતાળ જેવું અંતર છે. સંસારના પૌદ્ગલિક રસોનું સેવન વર્ષ કરવું તો જ અંતિમ શાંત રસનો આસ્વાદ મળતાં જીવ શુદ્ધતાને પામી મુક્ત થાય. [૯૫૬] રસ પૌદ્ગલિક પારમાર્થિક શૃંગાર – શરીરની શોભા જ્ઞાનગુણથી વિભૂષિત વીર્ય - સાંસારિક પુરુષાર્થ મોક્ષપ્રાપ્તિ માટે વીરરસ કરુણા – અન્યના દુઃખ પ્રત્યે કોમળતા અન્ય જીવો પ્રત્યે સમભાવ હાય – આનંદ માણવા માટે આત્માનુભવનો આનંદ રૌદ્ર - યુદ્ધાદિમાં કઠોરતા આઠ કર્મોના નાશ માટે કઠોરતા બીભત્સ - અશોભાસ્પદ શરીરની અશુચિનો વિચાર ભયાનક - ચિત્તમાં ભયજનિતભાવ જન્મમરણના ભય/ચિંતા અભુત - બાહ્ય દેખાવ-આશ્વર્યકારી આત્માની અનંતશક્તિ શાંતરસ - વૈરાગ્ય, આત્મશાંતિરૂપ દઢ વૈરાગ્ય ધારણ કરવો. આત્મશાંતિરૂપ [૫૭]. શાસ્ત્રના દરેક વિધાનને નયના હેતુએ સમજીને ખતવણી કરે તો જીવ માર્ગ પામે. એ વિધાન સ્યાદ્વાદ શૈલીના છે. જિનવાણી પૂર્ણપણે સ્યાદ્વાદ શૈલીથી નિરૂપિત થઈ છે તેમાં મુખ્યતાએ નિશ્ચયનય અને વ્યવહારનય છે. જીવની કમરહિત મૂળ અવસ્થા (શુદ્ધ) નિશ્ચયનયથી છે. જીવની કર્મસહિત અવસ્થા (અશુદ્ધ) વ્યવહાર નયથી છે. બંને નયો ૨૬૦ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282