Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 279
________________ ચાહું તે મારી શ્રેષ્ઠ સાધના છે. [૯૮૯]. જીવનમાં જ્યારે કંઈ પણ દુઃખકારક ઘટના ઘટે ત્યારે તમે તમારી જાતનો વિચાર કરજો, તમારે શું કરવું જોઈએ તેનો વિચાર કરજો. સામી વ્યક્તિએ શું કર્યું, શું કરવું જોઈએ તે વિચારવું નિરર્થક છે. તેમાંથી સમાધાન નહિ મળે. આપણો ચહેરો જોવા દર્પણ ઉપકારક છે. દૂરબીન નહિ [૯૯O]. વગર માંગ્યે જે કંઈ મળ્યું છે તેની જવાબદારી તું પૂરી કરી શકે તેમ નથી છતાં હજી કંઈ ને કંઈ માંગે છે તે કદાચ મળી જાય તો તેની જવાબદારી શી રીતે પૂરી કરીશ! [૯૯૧] દુઃખ વર્તમાનમાં ભયંકર છે. અને સુખ ભવિષ્યને માટે ભયંકર છે. ભૌતિક સુખને સુખ માની લેવું તે અજ્ઞાન છે અને તે જ દુઃખનું કારણ છે. [૯૯૨) હૃદયમાં ભગવાન પ્રત્યે અનુરાગ જાગે એટલે તરત જ ભગવાનની સહજ કૃપાનો પ્રવાહ આપણામાં અવતરણ કરે જ. એક વાર એવો અનુરાગ કરી જુઓ. [૯૯૩] જેનો વિકાસ નથી એવા જડ-ભૌતિક પદાર્થો પ્રત્યે કેવળ પરિચય કરજો. પણ જેઓ વિકાસશીલ છે એવા તમામ જીવો પ્રત્યે તો પ્રેમ જ કરજો. તે સુખી થવાનો શ્રેષ્ઠ ઉપાય છે. [૯૯૪). ચંદ્રની અસર સમુદ્રને થાય છે. પૂનમ થઈ કે સમુદ્ર ઊછળી જ પડે. ગગનચુંબી ઇમારતને ચંદ્ર-પૂનમની અસર થતી નથી. તેમ પ્રભુની કરુણાની અસર ભક્ત હૃદયને થાય પણ અભક્તને થતી નથી. [૯૯૫] આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરવાની પાત્રતા માટે કર્મનો જેને ભાર લાગ્યો છે, જેણે પુણ્યમાં અન્યનો ભાગ રાખ્યો છે અને પ્રભુ સિવાય જેણે પોતાના ભાવ આપ્યો નથી તે ઉત્તમ છે. [૯૯૬] ૨૬૬ ૯ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282