Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 280
________________ સર્પમાં તમને મોતનાં દર્શન થાય છે. ધર્માત્માને કષાયમાં દુર્ગતિનાં દર્શન થાય છે. [૯] પદાર્થમાં રમણતાવાળો આત્મા ગુમાવી દે છે. જ્યારે પ્રેમની નિર્દોષતાની રમણતાવાળો પોતાને પરમાત્મા બનાવી શકે છે. [૯૯૮] દેવ, તિર્યંચ અને નારક ત્રણેય ગતિના જીવો પાસે શક્તિરૂપ અનંત જ્ઞાનાદિગુણોનું સ્વામિત્વ છે. પણ એને અનુભૂતિના સ્તરે પહોંચાડવાનું કામ કેવળ મનુષ્યગતિમાં કોઈ વિરલ જીવને પ્રાપ્ત થાય ૯િ૯૯) આપણા પ્રેમની આ જગતમાં એક પણ જીવને જરૂર ન હોય તો પણ આપણે આપણા અંતઃકરણને નિરંતર પ્રેમથી સભર જ રાખવાનું છે. એમાં જો નાની પણ તિરાડ પડી તો આ જીવનનું લક્ષ્યસ્થાન ચૂકી જવાશે. | [૧OOO] શરીરની અસ્વસ્થતા આપણી સમાધિની કસોટી છે તો શરીરની સ્વસ્થતા એ આપણી સાધનાની ઉત્તમ તક છે. [૧૦૦૧] આકાશ સર્વ પદાર્થો માટે આધાર – અવગાહન છે. તેમ સમતા. જ્ઞાનાદિ ગુણોનો આધાર-સ્થાન છે. [૧૦૦૨] ભૂતકાળનો આત્મા બહિરાત્મા છે, પણ વર્તમાનને સુધારી લઈએ તો ભવિષ્યનો આત્મા પરમાત્મા છે. [૧૦૦૩] બુદ્ધિને એક જ ચિંતા છે કે મને દુઃખ ન પડવું જોઈએ. હૃદયને એક જ ચિંતા છે કે મારા નિમિત્તે કોઈને દુખ ન પડવું જોઈએ. [૧૦૦૪] દેહ અને આત્મા જુદા જણાય ત્યારે સમતા પ્રગટે છે. જેમાં જ્ઞાન પરિપક્વ થાય છે. [૧૦૦૫] ધર્મનું સ્થાન હૃદય છે, બાદબાકી કરીને નમતું આપવું તે અમૃતધારા ૨૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282