Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 271
________________ બોરની જેમ બહારથી દેખાવ માત્રમાં કોમળ અને વાસ્તવમાં અંદરમાં કઠોર હોય છે. વળી અધમાઅધમ પુરુષો તો બહાર અને અંદર સોપારી જેવા કઠોર હોય છે. [૯૪૭] આપણે કંઈ ગણત્રીમાં છીએ ? કોઈ અંધ માણસ દોરડું વણતો જાય પાછળ બેઠેલું વાછરડું દોરીને ચાવતું જાય તેમ મિથ્યાષ્ટિ જીવો શુભાશુભ અનેક પ્રકારની ક્રિયા કરે તે શુભ ક્રિયાના ફળથી સુખ માનીને, અશુભ ક્રિયાના ફળથી દુઃખ માનીને ક્રિયાના ફળને નિરર્થક બનાવે છે. પણ શુદ્ધભાવ વડે નિર્જરા પામતો નથી એટલે શુભાશુભ ભાવ વડે સંસાર પરિભ્રમણને સેવે છે. [૯૪૮] પૃથ્વીતલ પર નદીનો પ્રવાહ એક જ હોય છે. તો પણ કારણ પ્રમાણે પાણીની અવસ્થાઓ બદલાય છે. પથ્થર સાથે અથડાઈને પ્રવાહ બદલાય છે. રેતી હોય ત્યાં પાણીમાં પરપોટા થાય. પવન વાતો હોય ત્યાં પાણીમાં તરંગ ઊઠે, ઊંડાણ હોય ત્યાં ઘૂમરીઓ ઊઠે. એમ આત્મામાં અનેક પ્રકારના પુદ્ગલના સંયોગથી વિભાવ જનિત શુભાશુભ ભાવો ઊઠે છે. આથી શરીરાદિના મમત્વ રહિત શુદ્ધ ચૈતન્યને ગ્રહણ કરવું યોગ્ય છે. [૯૪૯]. સાચો ધર્મુ-સાધક પુદ્ગલ કર્મોના મૂળ કારણ રાગ, દ્વેષ, મોહ જેવા વિભાવ છે તેને પોતાના જાણતો નથી તેનો નાશ કરવા શુદ્ધ અનુભવનો અભ્યાસ કરે છે. આ રીતે પરરૂપ તથા આત્મસ્વભાવથી ભિન્ન બંધનને દૂર કરી પોતામાં રહેલા જ્ઞાન સ્વભાવને ધારણ કરે છે આમ મોક્ષમાર્ગની. સાધના કરી કેવળજ્ઞાન પામી મુક્ત થાય છે. [૫] સમયસાર નાટકમાં ગ્રંથકાર જણાવે છે કેઃ જ્ઞાન અને ક્રિયાનો સમ્યક સમન્વય જ્યાં થાય છે ત્યાં જ પુરુષાર્થ ફળદાયક બને છે. જ્ઞાન ક્રિયાના સમ્યગુ આરાધનથી સર્વ કર્મોથી મુક્ત થઈ શકે છે. આત્મસ્વરૂપને સમજવું (બોધ) અને મોક્ષપ્રાપ્તિના ૨૫૮ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282