Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 275
________________ [૯૬૨. જ્ઞાન જ અવિદ્યા-અજ્ઞાનને દૂર કરે. કર્મ અવિદ્યાને દૂર ન કરે, કર્મ જ સ્વયં અજ્ઞાનની નીપજ છે. યદ્યપિ આસક્તિ રહિત કર્મ કરવાથી જ્ઞાનને બાધક અવરોધો દૂર થાય છે. ૯િ૬૩] ચરમદેહી મહાત્માઓનું અંતના ભવમાં સ્વપુરુષાર્થના બળે પોતાના ઉપાદાનમાં કાર્ય સિદ્ધ થાય છે. તે પહેલાંની ભૂમિકાએ નિમિત્તોની કાર્યશીલતાનો સહકાર મળ્યો હોય છે. તેવો ઉપાદાન નિમિત્તોનો સંબંધ છે. [૯૬૪) કર્મના ઉદયમાં આપણે કર્માધીન થઈએ. કર્મને અનુસરીએ તે કર્મોદય. અને કર્મ આપણને અનુસરે તે કર્મનો ક્ષયોપશમ. પરમાર્થથી તો કર્મના વિપાકોદયને જાણે પણ વેદે નહિ તે ધર્મ. [૯૬૫] સંયોગમાં વિયોગનું દર્શન. ઉત્પાદમાં વ્યયનું દર્શન અને સર્જનમાં વિસર્જનનું દર્શન કરવાથી સાક્ષીભાવ આવે છે. સાચો જ્ઞાતા દ્રષ્ટાભાવ પેદા થાય છે. એટલે અકર્તાભોક્તાપણું થાય છે. [૯૬૬] જ્ઞાનનો ગુણ છે જાણવાનો, એટલે જાણો અને ઉદાસીન રહો તો તે સમ્યકજ્ઞાન છે. જુઓ પણ ઉદાસીન ભાવે રહો તે સમ્યગદર્શન છે. ઉદાસીનભાવે જીવવું તે સમ્યગું ચારિત્ર છે. ઉદાસીનતા એટલે વસ્તુ જુએ જાણે પણ રાગાદિ વિકલ્પ ન કરે. [૯૬૭] જ્ઞાન અને આનંદ ઉભય નિર્દોષ અને અભેદ છે. એ કોઈના વડે નથી કે કોઈના ભોગે નથી. પૂર્ણજ્ઞાન જગત માટે પરપ્રકાશક છે. અને સ્વ માટે આનંદવેદનરૂપ છે. [૯૬૮) બુદ્ધિ અને લાગણી વચ્ચે સંઘર્ષ આ સંસારમાં કયા ઘરમાં – કુટુંબમાં નહિ ચાલતો હોય એ પ્રશ્ન છે. પણ ખેદની વાત એ છે કે બુદ્ધિનો ભારેખમ પથ્થર લાગણીના પુષ્પને કચડતો રહીને ઉપવન – નંદનવન બનવા સર્જાયેલા ઘર-કુટુંબને સતત દુઃખના ડુંગરામાં ભીંસી રહ્યો છે. ૨૬૨ - અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282