Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 263
________________ કરવા લાગ્યો. વાસ્તવમાં બંને શૂદ્ર જાતિના છે. [૯૧૫] કોઈ મિથ્યાદૃષ્ટિ જીવ અશુભોપયોગી છે. ગૃહસ્થપણામાં છે તે કહે અમે ગૃહસ્થ છીએ અમારે આરંભ – સમારંભ વિષય કાય ક્રિયા હોય એવું જાણીને સંસ્કારથી વિષય કષાય સેને તે મિથ્યાદૃષ્ટિ [૯૧૬] છે. વળી સંસાર ત્યાગી થઈ વિચારે કે હું તો મુનીશ્વર છું અમને વિષય કષાય નિષેષ્ઠ છે, આવા શુભોપયોગને મોક્ષમાર્ગ માને તો તે પણ મિથ્યાષ્ટિ છે. એક અશુભનો બીજો શુભ કર્મનો બંધ કરે છે તે પરમાર્થ માર્ગ નથી. બંને કર્મ પુદ્ગલનિત છે. શુભકર્મ બંધથી જીવ સુખી અને અશુભકર્મથી બંધાયેલો દુઃખી તેમાં વિશેષ ભેદ નથી. સંસાર પરિભ્રમણ ચાલુ છે. ૫રમાર્થથી બંને ભાવ દેહાભિમાન માત્ર છે. [૯૧૭] શુભાશુભ ક્રિયામાં મગ્ન થતાં જીવ વિકલ્પી છે, તેથી દુઃખી છે. એવા ક્રિયા સંસ્કારને ત્યજીને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં જીવ નિર્વિકલ્પ છે તે સુખી છે. એવું શુદ્ધપણું તે મોક્ષનું કારણ છે. શુભાશુભ ક્રિયા, સૂક્ષ્મસ્થૂલ વિકલ્પોરૂપ આચરણ છે તે સર્વ કર્મના ઉદયરૂપ પરિણમન છે. જીવનું શુદ્ધ પરિણમન નથી. તેથી બંધનું કારણ છે. [૯૧૮] સૂર્યનો પ્રકાશ થતાં અંધકાર નાશ પામે છે તેમ જીવ શુદ્ધ ચેતનારૂપ પરિણમતાં સહજ જ સમસ્ત વિકલ્પો મટે છે. જ્ઞાનાવરણાદિ કર્મ અકર્મરૂપે પરિણમે છે. ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાન માત્ર મોક્ષમાર્ગ છે અર્થાત્ શુદ્ધસ્વરૂપ જ્ઞાનમાં સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન અને સમ્યગ્યારિત્ર સહજ જ ગર્ભિત છે. [૧૯] જેમ કોઈ પુણ્યવાન જીવના હાથમાં ચિંતામણી રત્ન હોય છે, ત્યારે તેનાથી તેના સર્વ મનોરથો પૂરા થાય છે. તે જીવ લોઢું તાંબું રૂપું જેવી ધાતુનો સંગ્રહ કરતો નથી. તેમ સમ્યગ્દષ્ટિ જીવની પાસે શુદ્ધસ્વરૂપ અનુભવ એવું ચિંતામણીરત્ન છે, તેનાથી સકળ કર્મનો ક્ષય થાય છે. ૫૨માત્મપદની પ્રાપ્તિ થાય છે. અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ ૨૫૦ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282