________________
જ્ઞાની પુરુષો સંસારને કેવળ દુઃખમય જણાવે છે. જ્યાં સુધી જીવને સ્વરૂપજ્ઞાન નથી ત્યાં સુધી તેનું દુન્યવી સુખ પણ દુઃખરૂપ છે. વળી સંસારી પણ સંસારમાં સુખ જ છે તેમ ભારપૂર્વક કહી નહિ શકે. સંસારમાં સંપૂર્ણ સુખ હોવાનો અનુભવ તેમને પણ નથી. એથી જ્ઞાનીઓને આશ્ચર્ય થાય છે કે દુઃખ હોવા છતાં જીવોને સંસાર કેમ છૂટતો નથી?
[૨૪] ભેદજ્ઞાન એ ભ્રમમૂલક નથી અનુભવાત્મક છે. રાગાદિ વિભાવ અને સંકલ્પો વિકલ્પોથી હું, આત્મા, મારું સ્વરૂપ જુદાં છે. એમ અનુભવમાં આવે તો તે ભેદજ્ઞાન થયું કહેવાય. હું જુદો એમ ફક્ત બુદ્ધિ આધારિત કે મન આધારિત હોય તો તે લાંબો સમય ટકતું નથી. રાગાદિ અંદરથી મીઠાશ આપે. ધ્રુવ ચેતન હું જડ પદાર્થોના રાગથી જુદો છું તેવી તર્કમૂલક માન્યતા પણ લાંબો સમય ટકતી નથી. સ્વાનુભવના જોરે અંદરથી એ ભાવ ભાસે તો કામ લાગે તે ભેદજ્ઞાન સાચું.
[૯૨૫] બગીચામાં તમે બેઠા છો માથા પરથી પક્ષીઓ પસાર થાય પણ માથામાં માળો બાંધે તે ન ચાલે ને? તેમ કર્મવશ અનિવાર્ય રાગાદિ પરિણામો ચૈતન્યપટ ઉપરથી વર્તમાન દશામાં માત્ર પસાર ભલે થાય પણ તે ચૈતન્યપટ પર કબજો જમાવી ન લે તે માટે આત્મગર્ભિત વૈરાગ્યદશા કેળવજે. તો તને બંધન નથી. અંતરવૃત્તિ રાગાદિમાં ભળી જાય તો તે ઘર કરી લેશે. અનાદિ કાળથી એમ જ થતું આવ્યું છે. માટે પ્રત્યેક ક્રિયા-વિભાવ-પરિણામ પ્રત્યે ઉદાસીન રહેવું અને આત્મભાવ નિમગ્ન થઈ ભેદજ્ઞાનનું પરિશીલન કરવું. [૯૨૬]
જો ટકી ન શકાય તો ભક્તિ, સ્મરણ સ્વાધ્યાય સહાયક થાય છે. વળી મનમાં હું શુદ્ધ આત્મા છું એનું પણ સ્મરણ કરતા રહેવું છતાં ઉપયોગ ન ટકે તો શાંત ચિત્તે ધીમે પ્રગટ ઉચ્ચાર કરવા અને રટ્યા કરવું પૂર્ણ છું, ધ્રુવ આત્મા છું, શુદ્ધ આત્મા છું. આમ મન
૨૫૨
અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org