Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 268
________________ જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે. પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાના ઘણાં સ્થાનકો છે. સંદેહ વિકલ્પ સ્વચ્છંદતા અતિ પરિણામીપણું વધુ ઉત્સુકતા)એ આદિ કારણો જીવને વારંવાર તે માર્ગે પડવાના હેતુઓ થાય છે. માટે જ્ઞાનમાર્ગે ગુરૂગમની આવશ્યકતા કહી છે. શિષ્યભાવે આ માર્ગે જાય તો સરળતાથી પહોંચે. [૩૫] જ્ઞાન ક્રિયા બંનેની આ માર્ગમાં આવશ્યકતા છે. જેમ જ્ઞાનમાર્ગમાં ભયસ્થાનો છે તેમ ક્રિયા માર્ગે પોતે કંઈ કરે છે તેવું અસત્ અભિમાન, આ કરો તે કરો જ તેવો વ્યવહાર-આગ્રહ, સિદ્ધિમોહ, પૂજા સત્કારાદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ (આત્મભાવ) દોષોનો સંભવ [૯૩૬] કોઈક મહાત્માને બાદ કરતાં ઘણાં વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે. તેમાં મુખ્યત્વે આજ્ઞાની પ્રધાનતા રહી છે. અથવા સદ્ગુરુ પ્રત્યે સમર્પણ, પરમશ્રદ્ધાપણું શિરસાવદ્ય દીઠું છે. અગર તો આ ચિંતામણિ જેવો અમૂલ્ય સમય છે જેનો તેવો આ મનુષ્યદેહ પરિભ્રમણનો હેતુ થાય છે. [૩] વાસ્તવમાં મોક્ષ જેવો પરમાર્થમાર્ગ બાહ્ય વ્યવહારાદિ પ્રકારોમાં સમાઈ જતો નથી આ માર્ગ અંતર્મુખતાનો છે. અર્થાત્ કેવળ અંતર્મુખ થવાનો આ માર્ગ સર્વદુઃખના ક્ષયનો ઉપાય છે તે પણ દુર્લભ હોવાથી કોઈક જીવને મહતું પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્વરુષના સમાગમથી સમજાય છે. તે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે. તે પણ અનિયત એવા કાળના ભયથી ગૃહીત છે, તેમાં જીવ પ્રમાદી છે તેને માટે આ માર્ગની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. – શ્રીમદ્રાજચંદ્ર [૩૮] જેને આ માર્ગ પામવાનો નિર્ધાર કર્યો છે, દૈહિકભાવથી તેનાં સુખોથી જેને વિરક્તિ થઈ છે તેને તો દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક જ્યોતિ અમૃતધારા ૨૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282