Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 267
________________ જાણું છું માટે જ્ઞાતા નથી પણ અંદરમાં જે જાણનાર તત્ત્વ છે, જાણનાર છે તેને જાણું છું, માનું છું અનુભવું છું, માટે જ્ઞાતા છું. સ્વસંવેદ્ય, નિર્વિકલ્પ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય એ હું. આખરે આ વિકલ્પ પણ છૂટી જાય, કેવળ પરમ શુદ્ધાત્મામય અસ્તિત્વ શેષ રહે છે. [૩૧] ઉપયોગ લક્ષણો જીવ આત્મા ઉપયોગ સ્વરૂપ છે. જેવો ઉપયોગ તેવો આત્મા પર્યાય અવસ્થા) ઉપયોગ જે રૂપે થાય તે રૂપે આત્મા પરિણમે. જો આત્મા પોતાના વીતરાગ ભાવમાં એકાકાર થાય તો વિતરાગરૂપે પોતાને અનુભવે. [૯૩૨] સંસાર પ્રવૃત્તિનો વ્યવહાર જીવને અંતરદષ્ટિ થવામાં બાધક છે, પ્રાયે સર્વ કામના પ્રત્યે ઉદાસીનપણું છે એવા સાધકને પણ આ સર્વ વ્યવહાર અને કાળાદિ ગળકાં ખાતાં ખાતાં સંસાર સમુદ્ર માંડ તરવા દે છે. તથાપિ સમયે સમયે તે પરિશ્રમનો અત્યંત પ્રસ્વેદ (પસ્તાવો) ઉત્પન્ન થયા કરે છે, અને ઉત્પન્ન થઈ સત્સંગરૂપ જળની તૃપા અત્યંતપણે રહ્યા કરે છે અને એ જ દુ:ખ લાગ્યા કરે છે. આ જે ઉપાધિ ઉદયવર્તી છે, તે સર્વ પ્રકારે કષ્ટરૂપ છે એમ પણ વિચારતાં લાગતું નથી. પૂર્વોપાર્જિત પ્રારબ્ધ જે વડે શાંત થાય છે, તે ઉપાધિ પરિણામે આત્મપ્રત્યયી કહેવા યોગ્ય છે. [૩૩] મોહરાજાની માયાજાળને નહિ જાણનાર જીવો ભ્રમ સેવે છે કે ધારીશું ત્યારે સંસાર છૂટી જશે. પણ વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઇચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષયમૂચ્છ ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મૂળ થવું પણ સંભવતું નથી. માત્ર ઉદય વિષયો ભોગવવાથી નાશ થાય, પણ જો જ્ઞાનદશા ન હોય તો વધુ ઉત્તેજિત પરિણામ વિષય ભોગવતા ઉત્પન્ન થયા વિના ન રહે. વળી વિષય વધુ બળવાન થાય તેથી જ્ઞાનીજનો પણ વિરક્ત થવા પ્રયત્ન કરે છે. [૯૩૪] ૨૫૪ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282