________________
અહોભાવ થવાથી કર્મો શિથિલ થાય છે માટે “ચિત્તની સ્થિરતા કરી સત્પુરુષોના ગુણોનું ચિંતન, વચનોનું મનન, તેમના ચારિત્રનું કથન, કીર્તન કરવા તેમની પ્રત્યેક આરાધનાનું નિદિધ્યાસન કરવું તો મનોનિગ્રહ થઈ શકે. કારણ કે રાગ દ્વેષના બળવાન નિમિત્તો મળવા છતાં તે મહામુનિઓને એક રોમમાં પણ કિંચિત માત્ર ક્ષોભ પેદા થયો નથી. તેથી તેમના ગુણોનું ચિંતન આદિ આપણા કર્મોની નિર્જરામાં સહાયક થાય છે.’’ [૯૦૬ ]
“અનાદિકાળનું જીવનું પરિભ્રમણ સ્વદોષથી જ થયું છે. તે એક સ્વરૂપનું વિસ્મરણ હોવાથી જીવને અન્યભાવ સાધારણ થઈ ગયો છે. તે ટળવાનો ઉપાય દીર્ઘકાળનું સત્સંગાદિનું સેવન છે. આ વિષમકાળમાં સ્વરૂપ તન્મયતા દુર્લભ છે તો પણ તે જ્ઞાનીજનોના ઉપદેશ સત્સંગાદિ વડે સુલભ છે.” [૯૦૭]
જીવે વિચારવું કે જીવન તો “વિષયના વિકારમાં વિશ્રામ પામ્યા વગર પ્રપંચે વહ્યું જાય છે. આયુષ્ય અલ્પ અને અનિયત છે. જ્યારે જંજાળ ઇચ્છા તૃષ્ણા અનંત છે. પણ જો જંજાળને ઘટાડે તૃષ્ણાને શમાવે તો સ્વરૂપનું લક્ષ કંઈક થવા સંભવે. અમૂલ્ય એવું આ જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે.” [૯૦૮] અનાદિ કાળથી આત્મા હયાત છતાં આત્માર્થ સધાયો નહિ તેનું શું કારણ ? મોહના સામ્રાજ્યમાં જીવ ક્યાં ફસાઈ ગયો છે ? આરંભ પરિગ્રહમાં ક્યાં અટવાયો છે ? એ આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે તેમ તેમ આત્માર્થીપણું, મુમુક્ષુતા વર્ધમાન-નિર્મળ થયા કરે છે. યદ્યપિ અનંતકાળના એ પરિચયવાળું એ અભિમાન એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે તન મન ધનાદિ જ્ઞાની પ્રત્યે, સદ્ગુરુ પ્રત્યે અર્પણ કરવા, તેઓ તે કંઈ ગ્રહણ કરતા નથી. પણ તેમાં રહેલું જીવનું પોતાપણાનું મમત્વ દૂર કરવાનો ઉપદેશ આપે છે.’’ [૯૦૯]
જીવમાં જ્યારે પરમાત્મા પ્રત્યે અહોભાવ જાગે છે ત્યારે જીવ સહેજે
૨૪૮ * અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org