Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 259
________________ દિવસ સરખા હતા. લાભહાનિમાં સમાન ભાવ હતો. તેમનો ક્રમ માત્ર આત્માર્થે હતો. જીવોને એક કલ્પનાને શમાવતા દીર્ઘકાળ ગયો. જ્યારે આ સત્ પુરુષોએ અનંત કલ્પનાઓને કલ્પના અનંતમા ભાગે શમાવી દીધી. [૮૯૭] મિથ્યાત્વાદિ કા૨ણે જીવને અનેક પ્રકારનાં બંધન છે. તેમાં મુખ્ય બંધન સ્વચ્છંદ (આજ્ઞાનો અપલાપ) અને પ્રતિબંધ. (પરિગ્રહાદિ) સ્વચ્છંદ ટાળવા માટે જીવે દેવ-ગુરુ આજ્ઞાને આધીન રહેવું અને પ્રતિબંધ ટાળવા માટે જીવે સર્વસંગ પરિત્યાગી, સંસારથી ત્યાગી થવું જોઈએ તો જ મોક્ષમાર્ગને બાધક આ બંધનનો નાશ થવો સંભવ છે. વળી સ્વચ્છંદ ટળે તો પ્રતિબંધ ક્રમે કરી ટળે છે. [૮૯૮] સામાન્ય જીવોને સ્વર્ગ નકાદિની જ પ્રતીતિ નથી તો પછી મોક્ષમાર્ગની શ્રદ્ધા ક્યાંથી હોય ! વળી સ્વર્ગનરકાદિની પ્રતીતિનો ઉપાય યોગમાર્ગ છે, તેમાં પણ જેમને દૂરંદેશી - સૂક્ષ્મજ્ઞાનની સિદ્ધિ હોય તે આ પ્રતીતિને યોગ્ય છે છતાં જીવો શ્રદ્ધાળુ છે તેઓ ઓઘે (જ્ઞાન વગર) પણ માન્યતાથી પાપથી ડરતા રહે છે. [૮૯૯] મોક્ષના માર્ગના જે કંઈ ક્રિયા, વિધાનો છે તે લોકસંજ્ઞાથી સેવાય તો તે આત્મહિતકારક નથી. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો એટલે પરિભ્રમણ ટળ્યું નહિ. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને બોધ પામ્યો નથી. જ્યારે જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામશે ત્યારે તે જીવ યથાર્થ જ્ઞાનાદિ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થશે. [૯૦૦] અનાદિ કાળથી જીવને પુદ્ગલ કર્મોનો સંયોગ ચાલ્યો આવે છે, તેને કારણે મિથ્યાત્વ, રાગ, દ્વેષરૂપ વિભાવ ચેતન પરિણામે તે પરિણમતું આવે છે. તેથી જીવ-ચેતન કેવળ જ્ઞાનાદિથી ભ્રષ્ટ થયો છે. “શરીર, સુખ, દુ:ખ, મોહ, રાગ, દ્વેષ સર્વ પુદ્ગલકર્મની ઉપાધિ છે તે જીવનું સ્વરૂપ નથી, એવી પ્રતીતિ પણ ન રહી. આથી જીવ મિથ્યાદૅષ્ટિરૂપ પરિણમ્યો. તેને કારણે ચારે ગતિમાં પરિભ્રમણ પામ્યો.” [૯૦૧] ૨૪૬ * અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282