Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 260
________________ આ સંસારમાં ભ્રમણ કરતાં કોઈ ભવિ જીવનો સંસાર નિકટ ક્ષય થવાની કાળલબ્ધિ થાય છે ત્યારે તે જીવ સમ્યકત્વ ગ્રહણ કરે છે, ત્યારે તેના મિથ્યાત્વ વિભાવ પરિણામ નષ્ટ થાય છે, ત્યારે તેને શુદ્ધસ્વરૂપનો અનુભવ થાય છે. આવી દશા થતાં જીવ પુદ્ગલકર્મથી તથા વિભાવ પરિણામથી સર્વથા ભિન્ન થાય છે. અને પોતાના કેવળજ્ઞાનાદિને પ્રાપ્ત કરે છે. વસ્તુનું આવું સ્વરૂપ જાણી જીવે શુદ્ધાત્માનું લક્ષ કરી તેનું ધ્યાન કરવું. [૯૦૨] રાગદ્વેષના બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિતમાત્ર ક્ષોભ પામતો નથી તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા પણ નિર્જરા થાય એમાં સંશય નથી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય એ જેમાં સહેજે સમાય છે તેવા નિરપેક્ષ અવિષમ અત્યંત સમભાવ) ઉપયોગને નમસ્કાર. પૂર્ણ મોક્ષની આ જ પ્રણાલી અને યુક્તિ છે. [૯૦૩] આત્મબોધના પરિણામથી જીવને પૂર્વના દોષો પર દષ્ટિ જાય છે ત્યારે અંતરવેદના ખળભળે છે અને ચિંતવે છે કે પૂર્વે એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય. એ નિરંતર સ્મરણ રહેવાથી એ મહા વૈરાગ્યને આપે છે. [૯૦૪] વળી અન્ય જીવો પ્રત્યે ક્રોધ, માન, માયા, લોભ કરતાં તે માઠાં છે, પાપજનક છે એવું ભાન ન થયું ? તે પણ પરિભ્રમણનું કારણ જાણી વૈરાગ્ય પેદા થાય છે. વળી જ્ઞાની વિચારે છે કે ગમે તેટલાં દુઃખ પડો પરીષહાદિ સહન કરો, ગમે તો જીવન સમય માત્ર હો, દુર્નિમિત્ત હો પરિભ્રમણ કરાયું તે કરાયું હવે તેના પ્રત્યાખ્યાન લઈએ. પુનઃ ન જ જન્મવું એવું દૃઢત્વ આત્મામાં પ્રકાશે છે. [૯૦૫] સત્પુરુષોનું યોગબળ જ એવું છે કે તેમના પરત્વે લક્ષ જવાથી, અમૃતધારા ૨૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282