________________
(પૂ. પંન્યાસજી રચિત વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ).
પારમાર્થિક કહો કે નિશ્ચયસ્વરૂપ કહો બંને સમાન અર્થી છે. પરમાર્થથી નવકાર પોતાનો જ આત્મા છે. કારણ કે અરિહંત અને સિદ્ધ બે પદમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ જણાવ્યું છે. આચાર્ય ઉપાધ્યાય અને સાધુપદમાં સ્વરૂપ પ્રાપ્તિનું કારણ બતાવ્યું છે. આ ત્રણે પદમાં સંવર નિર્જરાની ઉપાદેયતા શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિનું કારણ દર્શાવે છે. આમ નમસ્કાર કરનારો જીવ શુદ્ધ આત્મસ્વરૂપના લક્ષ્યને જાણી સંવર નિર્જરા તત્ત્વની શ્રદ્ધા કરે છે. તે દ્વારા પોતે પણ પાપકર્મોથી મુક્ત થઈ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. અને અનંત આનંદ અનુભવે છે તેથી પણ નમસ્કાર મંત્ર પ્રથમ મંગળ છે.
[૧૫૪] નમસ્કાર મહામંત્રના પ્રથમ પદે અરિહંત પરમાત્મા છે. શ્રી અરિહંતની ઓળખ થવાથી આત્મદ્રવ્યની ઓળખાણ થાય છે. આત્મદ્રવ્યની ઓળખાણ થવાથી મોહનો નાશ થાય છે. મોહનો નાશ કરનાર મોક્ષાર્થીએ અરિહંતની ઓળખાણ દ્રવ્ય, ગુણ, પર્યાયથી કરવી જોઈએ. શાસ્ત્રકારોએ અરિહંતની ઓળખાણ માટે ચોવીશ અતિશયો, આઠ પ્રતિહાર્યો, સમવસરણની ઋદ્ધિ, દેવોનું આગમન, વાણીના પાંત્રીશ અતિશયો વિગેરેનું વર્ણન કર્યું છે પરંતુ તે બાહ્ય અને સઘળું પુદ્ગલાશ્રિત છે.
[૧૫૫] જે જીવોની આત્મિક દૃષ્ટિ નથી તે જીવોની દૃષ્ટિ અરિહંત પ્રત્યે ખેંચાય એ વ્યવહારથી અરિહંતોનો પુદ્ગલાશ્રિત મહિમા વર્ણવ્યો છે. પરંતુ નિશ્ચયથી એમાં અરિહંતનો મહિમા આવતો નથી નિશ્ચયથી અરિહંતનો મહિમા સમજવા માટે અરિહંતોની વીતરાગતા, કેવળજ્ઞાન, સ્વભાવની રમણતા અનંતવીર્ય અનંત સુખ વિગેરે સમજવાની જરૂર છે. તે ગુણોના ચિંતનથી આત્માની પૂર્ણ સ્વભાવ દૃષ્ટિ જાગ્રત થાય છે. સ્વભાવષ્ટિ થતાં આત્માના રાગદ્વેષ ટળવા માંડે છે અને ક્રમે કમે પરિણામની વિશુદ્ધિ થતા પૂર્ણતા પ્રાપ્ત થાય છે. વૈલોક્ય, દીપક
અમૃતધારા ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org