Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 253
________________ તે અહીં તહીં ભમે નહિ પણ એક સ્થાને અચલ રહે છે. તે પ્રમાણે જીવ જ્યાં સુધી નિશ્ચય વ્યવહાર સાથે તન્મય છે, તેના ભેદપ્રભેદમાં ગૂંથાયો છે ત્યાં સુધી તે ચારે ગતિમાં ભ્રમણ કરે છે. પરંતુ જ્યારે જીવની કાળલબ્ધિ પાકે છે, ત્યારે વ્યવહાર નિશ્ચય બંને પક્ષ ગુરુગમ દ્વારા નિર્મુળ થઈ જાય છે. જીવનયાતીત દશા પામે છે ત્યારે તેનું ચારે ગતિનું પરિભ્રમણ ટળે છે, અને સ્વસ્વરૂપમાં અચલ અને સ્થિર રહે છે. [૮૭૪] જ્ઞાની થવું, હોવું, કહેવડાવવું મોટી વાત નથી, પણ જ્ઞાનીની દૃષ્ટિએ જ્ઞાની થવું એ બહુ કઠિન છે. કારણ કે વિદ્વત્તા, બુદ્ધિના ક્ષયોપશમથી વિદ્વાન બની શકે પણ અનુભવી જ્ઞાની ન બની શકે. જ્ઞાનીની અંતર પરિણતિ પલટાઈ જાય છે. [૮૭૫] “વાકપટુતા એ વિદ્ધા, જન મન રંજન હેત પરમારથ પરખે નહિ શાશ્વત પદ કર્યું લેત ?” જે જ્ઞાનથી અંતરની પરિણતિ સુધરે નહિ, જે જ્ઞાન મળ્યા પછી સમજ આવે નહિ, વિષયોની વિરક્તિ થાય નહિ, કષાયો ઉપશાંત થાય નહિ તે જ્ઞાન જ્ઞાન નથી. પાણીમાં રહેલ પથ્થર જેવું છે. કૂણાશ આવે નહિ. ૮િ૭૬] સમ્યગુજ્ઞાન વિનય અને સમજણપૂર્વકનું છે. દૂધમાં ભળતી સાકર સમાન છે, સન્ની જિજ્ઞાસા છે. સમ્યગૃજ્ઞાન જીવનમાં ભળે એટલે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. [૮૭૭] “સદ્ગુરુ કહે સહજ કા ધંધા વાદવિવાદ કરે સો અંધા.” દિગંત - બુદ્ધિમાનને વિનયના ચમત્કારો નહિ સમજાય એ શિષ્યની સ્મૃતિ ઘણી મંદ. પોતાની આ નબળાઈનો સ્વીકાર કરી તે ગુરુની સેવા પૂરા દિલથી કરે. ગુરુએ તેને ભણવા બેસાડ્યો લગભગ પચીસ વાર પાઠ આપ્યો, પણ વ્યર્થ. ગુરુ કંટાળ્યા. કહે, જા પોથી વિગેરે બાંધીને ઊંચે મૂકી દે, અને સૂઈ જા. સરળ હૃદયી શિષ્ય વિયા ૨૪૦ ૪ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282