Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 240
________________ નિશ્ચયદષ્ટિએ માત્ર પોતાની ભીતરમાં જ ડૂબવાનું છે. [૨] શાસ્ત્રો આપણને જ્ઞાનદષ્ટિ આપે છે, પછી આપણે શા માટે ડાઘાવાળી – રાગાદિવાળી દૃષ્ટિથી અન્યને જોઈ અન્યાય કરવો ? અરે ! ભાવિ સિદ્ધાત્માઓ પ્રત્યે આપણે દુશમનદૃષ્ટિથી જોવું? તેમાં તેં શું મેળવ્યું? શાસ્ત્રો કહે છે કે અન્ય વ્યક્તિને જોઈએ ત્યારે ગુણાત્મક દૃષ્ટિથી જોઈએ. અને પદાર્થોને જોઈએ ત્યારે માત્ર ઉપયોગીતાથી કે ઉદાસીનતાની દૃષ્ટિથી જોવું. આ વ્યવહાર સ્તરની વાત છે. નિશ્ચયદૃષ્ટિથી તો જીવે પોતાની અંદર-સ્વરૂપમાં ઝાંકવાનું – ઊતરવાનું, સ્થિર થવાનું છે. [૮૨૧] ઉપનેઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા, આ ત્રિપદી બુંદ છે. તેમાંથી ગણધરો દ્વારા શ્રુતસાગર છલકાયો. પદાર્થ દ્રવ્યરૂપે નિત્ય છે, પર્યાયરૂપે અનિત્ય છે. પર્યાય દર્શનનું રહસ્ય છે જે વૈરાગ્યભાવનાને દઢ કરે છે. દ્રવ્યદર્શન – આત્મદર્શન સ્વરૂપ રમણતા સાથે સાંકળી લે છે. બંનેનું સ્થાન તે તે પ્રકારે મહત્ત્વનું છે. યદ્યપિ પર્યાયદર્શન ખંડ છે. દ્રવ્યદર્શન પૂર્ણ છે. નિશ્ચયષ્ટિ કહે છે આ સર્વ શ્રમ છોડો. સઘળી અવસ્થામાં તું પૂર્ણ જ છું. કારણ કે એ શ્રુતસાગરને પણ સાધક આત્મસ્વરૂપમાં એક સમયમાં જ સમાવી દે છે. [૮૨૨] આવો આત્મા શી રીતે અનુભવવો ? ઉપાય બતાવે છે બીજરુચિ = શાસ્ત્રના વિસ્તારની મર્મગ્રાહિની બુદ્ધિ મમતા ત્યાગ = પર પદાર્થો કે પર વ્યક્તિ માત્ર પ્રત્યે ઉદાસીનતા. [૮૨૩] આત્મગુણોમાં પ્રવેશ સિવાય સર્વ નિરર્થક શત્રુમિત્રના ખાના વગરનું હૃદય. ઉદયની ક્ષણોમાં નિર્લેપ. આગમાનુસારિતા – પ્રભુવાણી પર અતુલ પ્રેમ. જે કંઈ થાય તે શાસ્ત્રમાં પ્રમાણિત થતું જાય. [૮૨૪] શાસ્ત્રકારોએ કહ્યું છે કે “સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ – મોક્ષ અમૃતધારા ૨૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282