________________
વળી જો ઉપાદાન સબળ હોય, કે પૂર્વના દઢ સંસ્કારવાળું હોય તો નિમિત્ત મળી રહે છે. આ કાળમાં મહાત્માઓને સ્વાભાવિક ત્યાગ વૈરાગ્યના ભાવ થાય છે. ત્યારે તેમને તેવા નિમિત્ત મળે છે. અને સંસારનો ત્યાગ કરી આત્મ સાધનામાં પ્રવૃત્ત થાય છે. ઉપાદાન કાર્યરૂપ છે. નિમિત્ત કારણરૂપ છે. કોઈ વાર ઉપાદાન નબળું હોય અને કોઈ ઉત્તમ-પુષ્ટ નિમિત્ત મળતાં જીવની શક્તિ પ્રગટ થાય છે. આમ બંને તત્ત્વો અન્યોન્ય અપેક્ષિત છે.
૪િ૭૧] જેમ કોઈ કહેશે કે મને તપ થતું નથી, પણ પરિવારમાં કોઈ તપ કરે કે સાધુમહાત્માનો પરિચય થતાં નાના નાના તપથી પ્રારંભ કરે. તેમ કરતાં કરતાં વિશેષ તપની આરાધના કરી શકે, આ રીતે સબળ નિમિત્તના સહવાસમાં જીવ ઉપાદાનને જાગૃત કરી શકે છે. ૪િ૭૨]
અનાદિનું જીવનું પરિણમન નિમિત્તાધીન રહ્યું છે. એટલે તેની દૃષ્ટિ ઉપાદાનરૂપ નિજશક્તિ પ્રત્યે ગઈ નથી. જ્ઞાની જનો એવા જીવને મુખ્યપણે નિજશક્તિનું માહાત્મ બતાવી પુષ્ટ નિમિત્તો જેવા કે સદૈવ નિગ્રંથ ગુરુ, ધર્મશાસ્ત્રોનું પ્રતિપાદન કરે છે. તે પ્રત્યે જીવને સમર્પણભાવ પેદા કરાવી ઉપાદાનને સબળ કરવા પ્રતિબોધે છે. માત્ર ઉપાદાનને જ મુખ્ય કરે અને પુષ્ટ નિમિત્તનું અવલંબન ન સ્વીકારે તો તેમાં પડવાના ઘણાં સ્થાનકો છે. આ કાળમાં મોટે ભાગે નબળા ઉપાદાનના યોગવાળા જીવોની વિશેષતા છે. તેમણે ઉત્તમ નિમિત્તોને સેવીને ઉપાદાન દઢ કરવું જોઈએ. કાર્ય સિદ્ધ થતાં નિમિત્ત છૂટી જાય
૪િ૭૩] ભલે કાર્યસિદ્ધિમાં ઉપાદાનની મુખ્યતા હો. તે સમ્યક સિદ્ધાંત છે, વળી જેમનું ઉપાદન - પરિણમન દઢ હોવા છતાં, પોતાની દૃષ્ટિ સ્વપુરૂષાર્થમાં હોવા છતાં મહાત્માઓ ભૂમિકાનુસાર સદેવ, સગુરુ કે સત્ શાસ્ત્રની ગૌણતા કરતા નથી. સત્સંગાદિને ત્યજતા નથી. વળી ઉપકારી એવા તીર્થંકર પરમાત્મા કે ગુરુજનોનું બહુમાન પણ ચૂકતા નથી.
અમૃતધારા ૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org