________________
સ્વકાળઃ નિજગુણોની સ્વાભાવિક પરિણતિ. [૧૫]
આમ સુકવ્યાદિ અને સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયનો મેળ થાય છે; ભવ્યજીવો – મુનિજનો શુક્લધ્યાનમાં આરૂઢ થઈ ઘાતી કર્મોનો ક્ષય કરી અહંત થઈ જાય છે. આયુષ્યસ્થિતિ પૂર્ણ થતાં સિદ્ધ થઈ જાય છે. આમ યથાર્થ અને સમર્થ નિમિત્તોની પ્રાપ્તિ થયે ઉપાદાન શક્તિને જાગૃત કરે તો જીવ સ્વયં શુદ્ધ થાય છે. એવી શક્તિ પ્રગટ થવાનું બીજ સમ્યગ્દર્શન છે.
[૧૯૬] ભલે હજી સમ્યગ્દર્શન પ્રગટ થયું નથી, પણ પ્રાપ્ત કરવું છે તેવી દઢ રુચિવાળા જીવને પહેલા શુભાશુભ વિકલ્પમાં સુખ નથી તે રણકાર આવે તો અંતરમાંથી બોધ આવે. ચોવીસ કલાકના અહોરાત્રમાં આત્માર્થના પરિણામ કેટલા ટકે છે ? અને અન્ય વિકલ્પો કેટલા? આમ વિચારી બાહ્ય વિકલ્પોથી મૂંઝાઈ પાછા વળવું અને અંતરમાં ઠરવું તો સન્માર્ગનો સરળ ઉપાય છે.
[૧૯૭] જ્ઞાનસ્વરૂપ આત્માને સ્વીકારી તેના તરફ દૃષ્ટિ કરે તો શુભાશુભ વિકલ્પો છૂટે. પણ કેવળ શુભાશુભ ભાવ પર જોર આપી છોડવા જાય તો જીવમાં શુષ્કતા આવતાં ભ્રમ પેદા થાય. શુભભાવ ભૂમિકા પ્રમાણે આવશે તેમાં શાંતિ છે તેવી ભ્રમણા ન સેવવી. પરંતુ તેના સદ્ભાવમાં અંતરમાં ઠરવાનો પ્રયાસ કરવો. એ માર્ગ પ્રત્યેના પ્રયાણનો પ્રયત્ન છે.
[૧૯૮] જેમ કોઈ મનુષ્યની મુઠ્ઠીમાં હીરો હોય પણ તે ભૂલી ગયો છે. પરંતુ જ્યારે તેને ભાન થાય છે કે મારા હાથમાં જ હીરો છે ત્યારે તે હીરાને પ્રત્યક્ષ જુએ છે. તેમ જીવ અનાદિથી મોહવશ શુદ્ધસ્વરૂપ આત્માને ભૂલી ગયો છે ત્યાં તેને સદ્ગુરુના બોધે ભાન થાય છે કે અહો ! હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મા છું. કર્મની વિચિત્રતાને કારણે હું અનેક અવસ્થાઓને ધારણ કરું છું. એ સર્વ વ્યાવહારિક અવસ્થાઓથી મારા શાયક સ્વભાવને કારણે અત્યંત ભિન્ન છું. માટે
અમૃતધારા પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org