________________
જે કોઈ આગમજ્ઞ પુરુષો છે તે પણ પોતાનો વારસો નિજ-શિષ્યોને સુપરત કરી શકે તેવી સ્થિતિમાં નથી, કારણ કે વચ્ચેના સંઘર્ષ-કાળ દરમિયાન આગમોના પઠન-પાઠન વગેરે માટે જરૂરી પ્રતો ઉપલબ્ધ બનતી ન હતી. પરિસ્થિતિ ઘણી વિષમ છે. આજે યોગ્ય અને પરિણતિ પામેલા સાધુપુરુષોના હાથમાં આગમો આવી શકતા નથી. આના કારણ તરીકે માનસિક ઉદારતાનો દુકાળ કહો અથવા તો પાશ્ચાત્ય કેળવણીનો પ્રતાપ કહો, પણ આ બધા કારણે આગમોના અધ્યયન-અધ્યાપનને અભૂતપૂર્વધક્કો પહોંચ્યો છે એ હકીકત છે. આ પરિસ્થિતિમાં પરિવર્તન આવવું જ જોઈએ અને આગમોનું મૌલિક જ્ઞાન શાસ્ત્રીય પદ્ધતિ મુજબ પૂજ્ય શ્રમણ-શ્રમણી વર્ગમાં વૃદ્ધિગત બને તે અત્યંત આવશ્યક છે.”
આ પ્રકારની વિચારધારા તત્કાલીન શ્રમણ-સંઘના મુખ્ય આચાર્યદેવો સમક્ષ રજૂ કરવામાં આવી અને શ્રમણ-સંઘમાં આગમોના અભ્યાસ તરફ રસ-રુચિ ઉત્પન્ન થાય. વળી, સંયોગોની વિષમતા વગેરે વિભિન્ન કારણસર આગમોના સમ્યજ્ઞાનથી વંચિત રહેલાં સાધુ-સાધ્વીજીઓ તે લાભથી અન્વિત બને તેવી મંગલ-કામના તે મહાપુરુષના હૃદયમાં રમતી રહી. છે ત્યારે આગમ ગ્રંથોની ઉપલબ્ધિ બહુ જ દુર્લભ બની હતી. મહામહેનતે અને એય અપૂર્ણ અને જીર્ણ-શીર્ણ સ્થિતિમાં પ્રાપ્ત થતી હતી. મારી આ સ્થિતિ તો બીજાઓની તો કેવી દુર્દશા? આનું નિરાકરણ એક જ હોઈ શકે સર્વપ્રથમ આગમ ગ્રંથોની અનાવશ્યક દુર્લભતા દૂર થવી જોઈએ. એ માટે મારી પાસે જે કંઈ આગમ ગ્રંથો છે એનું સંશોધન મર્યાદિત સંખ્યામાં મુદ્રણ કરાવી સુયોગ્ય પાત્રોના હાથમાં પહોંચાડવું. આ માટે તે મહાપુરુષે જાત-મહેનતે પ્રેસકોપીથી માંડીને પ્રૂફસુધારણા સુધીની સંપૂર્ણ જવાબદારી પોતે સંભાળી લીધી અને એ રીતે આગમ ગ્રંથોની મર્યાદિત પ્રતિઓ છપાવડાવી સામુદાયિક વાચનાઓ ગોઠવી..
વિ. સં. ૧૯૭૧થી ૧૯૭૭ સુધીમાં પાટણ, કપડવંજ, અમદાવાદ, સુરત, પાલિતાણા અને રતલામ એમ છ શહેરોમાં આ મહાપુરુષે જાહેરમાં સામુદાયિક-સ્તરે છ-છ મહિનાઓની આગમ-વાચનાઓ ગોઠવી. સેંકડો સાધુ-સાધ્વીજીઓને આગમો વાંચવાની પરિપાટી, નય અને નિક્ષેપથી અર્થ કરવાની પદ્ધતિ અને આગમિક પદાર્થોના ગૂઢ રહસ્યોની સમજણ વગેરે આ આગમધર મહાપુરુષે અખૂટ ભાવદયા અને વાત્સલ્યપૂર્ણ હૃદયે વાચનાઓના માધ્યમે આપી.
આજે પણ તે મહાપુરુષના શ્રીમુખેથી જેમણે આગમ-વાચનાઓનો રસાસ્વાદ માણ્યો છે તેવા જૂના પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો તે વખતની સ્થિતિનું વર્ણન કરતાં હર્ષવિભોર બની જાય છે અને હર્ષોલ્લાસપૂર્વક ગગદસ્વરે પૂ. આગમોદ્ધારક મહાપુરુષના અપ્રતિમ ઉપકારની સ્મૃતિને સતત વાગોળે છે.
| કોણ હતા : તે મહાપુરુષ? ! પરમ વંદનીય પૂજયપાદ દેવદ્ધિગણિક્ષમાશ્રમણે વલભીપુરમાં વિશાલ વાચના કરી ત્યાર બાદ પંદર સૈકા સુધી એવી વાચના થયાનો કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ નથી પંદર સૈકા બાદ ફરીથી વાચનાના એ સિલસિલાને મૂર્ત-સ્વરૂપ આપનાર આગમોદ્ધારક પૂજ્યવર શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.
આગમની સરગમ