Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 69
________________ આ સમયે આરાધકે બાલક જેવું થવું જોઈએ અર્થાત પોતાના કોઈ પણ દુષ્કતને પ્રકાશન કરતાં સંકોચ ન થવો જોઈએ. બાળક જેવી સરલતા આવવી જોઈએ. આ અનશન વખતે ગુરુ મહારાજ પુનઃ પાંચ મહાવ્રતોને ઉચ્ચરાવે છે. પચ્ચખાણ પાલનશુદ્ધિનું વર્ણન, લોકાકાશના દરેક પ્રદેશે જન્માદિનું વર્ણન કરતાં કહે છે કે આ જીવ અનાદિ સંસારમાં અનંતીવાર બાળમરણે મરણ પામ્યો છે અને સંબંધો પણ ઘણાં કર્યા છે, પણ આ જીવ એકલો જ કર્મ બાંધે છે. અને એકલો જ ભોગવે છે, માટે સમભાવે સહન કરવું જોઈએ. આ જીવને કામભોગ આદિનાં સુખોથી સંતોષ થયો જ નથી. સંસારના સ્નેહીઓ રક્ષણ કરી શકે તેમ નથી. મુક્તિનાં કારણો મહાવ્રતોનો આરોપ, વિધિ, ક્રોધ આદિ તજવાં અને ઇન્દ્રિયોને વશ કરવાની હકીકત વર્ણવી, આઠ પ્રવચન માળાનું પાલન આદિનો ઉપદેશ આપ્યો છે. અંતમાં જણાવે છે કે પંડિતમરણથી જન્મ-મરણનો અંત આવે છે, માટે તેવા અનશન આદિ આદરવાં જોઈએ. અનેક મરણનો પંડિત મરણ અંત લાવે છે, માટે તેવાં અનશન આદિ આદરવાં જોઈએ. અનેક મરણનો પંડિત મરણ અંત લાવે છે માટે પંડિત મરણને આચાર્યો પ્રશંસે છે. પરંતુ જે લજ્જા આદિને વશ થઈને આલોચના કરતા નથી, તેઓ આરાધક થતા નથી. આ ઇત્યાદિ વર્ણન કરતાં જણાવે છે કે સંવરરૂપી અગ્નિ કર્મરૂપી લાકડાંને બાળી નાખે છે. ચરિત્ર આદિની આરાધના કરતાં અલ્પકાળમાં ઘણાં કર્મોને ખપાવે છે. પ્રાંત અંતકાળની તીવ્ર વેદના વખતે વિચારે કે નરકની તીવ્ર વેદના આગળ આ વેદના શા હિસાબમાં છે? માટે મૂંઝાયા વગર સમભાવે સહન કરવાનો ઉપદેશ આપ્યો છે. પ્રાંતે જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ આરાધનાનું ફળ વર્ણવી આ પ્રકરણ પૂર્ણ કર્યું છે. ૪. શ્રીભક્તપરિજ્ઞા પ્રકીર્ણક પ્રારંભમાં શ્રીવીતરાગ મહાવીરની સ્તવના કરી, શ્રીજિનશાસનની સ્તુતિ કરી અને જણાવ્યું છે કે શ્રીજિનશાસનની સેવાથી સુખ મળે છે. અભ્યત મરણના ત્રણ પ્રકાર છે. ૧. ભક્તપરિજ્ઞા ૨. ઇંગિની મરણ અને ૩. પાદપોપમન મરણ. પ્રસ્તુત શ્રીભક્તપરિજ્ઞામરણના આસન્નકાલમાં વિશિષ્ટ કર્મક્ષય માટે વિશિષ્ટરૂપનું અનશન છે. આ અનશન બે પ્રકારે છે. ૧. સવિચાર ર. અવિચાર. સાધુ પાસસ્થા આદિ તથા ગૃહસ્થ કરી શકે છે. વિષય વિરાગ તથા તીવ્ર સંવેગભાવ મૂળમાં હોય તો આ તપ કરતાં પૂર્વે ગુરુ પાસે શલ્યોદ્ધાર કરવો જરૂરી છે તેમજ જે વ્રતો લીધાં તેનું પુનરુચ્ચારણ કરવું પડે છે. શરીરમાં જીર્ણમલજન્ય ખરાબી પેદા ન થાય તે માટે વિરેચન આદિથી શુદ્ધિ કરવાનું સમાધિ માટે આવશ્યક ગયું છે, પછી ક્રમશઃ અન્ન આદિનો ત્યાગ કરાવતાં છેવટે પાણી ઉપર રાખી અને પછી અનશનના પચ્ચકખાણનો કાળ આવે છે, તે પર્વે શ્રીસંઘ આગમની સરગમ ૫૩

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100