Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 92
________________ એટલે-અધ્યયન, મનન, પરિશીલન, આગમની વ્યાખ્યા કેવી રીતે કરવી, સમજવી તેની સફળ યુક્તિઓ આ સૂત્ર સમજાવે છે. આ આગમમાં ૧૫૨ સૂત્ર છે અને ૧૪૨ સૂત્રગાથાઓ છે. પ્રસ્તુત સૂત્રમાં મુખ્યતાએ આ વિષયોનું વર્ણન છે. આવશ્યક, શ્રત, સ્કન્ધ અને અધ્યયનના વિવિધ નિક્ષેપા, અનુયોગના ઉપક્રમાદિ ચાર દ્વાર, તેનું વિવરણ, ઉપક્રમનો અધિકાર આનુપૂર્વિનો અધિકાર, સમાવતારનો અધિકાર, ઉપક્રમ વગેરે તથા અનુગમનો અધિકાર, નામના ૧૦ ભેદ, ઔદયિક આદિ ૬ ભાવો, સપ્તસ્વર, નવ રસ આદિનું સ્વરૂપ, પ્રમાણ અંગુલ, પલ્યોપમ આદિનું વર્ણન, પાંચ પ્રકારનું શરીર, ગર્ભજ મનુષ્યોની સંખ્યા, સપ્તનનું સ્વરૂપ આદિનું વર્ણન છે. હવે આપણે સૂત્રક્રમે ટૂંકમાં આ ગ્રંથરત્નને જોઈએ: શરૂઆતમાં પાંચ જ્ઞાનનો નામ નિર્દેશ (સૂ.૧)થી શરૂઆત કરીને ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગની વ્યવસ્થા જણાવી છે. (સૂ. ૨થી ૫) શ્રીઆવશ્યકના ઉદેશાદિની વાત ઉપસ્થિત કરી “આવશ્યક'ના ચાર નિક્ષેપનો ઉપન્યાસ છે (સૂ.-૭) પછી ‘નામઆવશ્યક’ (સૂ.૮-૯), “સ્થાપના-આવશ્યક” (સૂ. ૧૦-૧૧)નું સ્વરૂપ જણાવી વિગતવાર ‘દ્રવ્ય-આવશ્યક'નું સ્વરૂપ (સૂ.૧૨થી ૨૧) જણાવ્યું છે અને ‘ભાવ-આવશ્યક’નું સ્વરૂપ (સૂ.૨૩થી ૨૭) જણાવ્યું છે. [ પછી આવશ્યક'ના એકાર્થિક શબ્દો જણાવી ‘આવશ્યક’નો વાસ્તવિક અર્થ (ગાથા ૩) જણાવેલ છે. પછી “શ્રુત’ના નિક્ષેપા અને તેનું સ્વરૂપ (સૂ. ૨૯થી ૪૩) બતાવી શ્રુતના એકાર્યવાચી શબ્દો બતાવ્યા છે (ગાથા ૪) પછી ‘સ્કંધ' પદના નિક્ષેપા અને તેનું સ્વરૂપ (સૂ.૪૪-૫૭) બતાવી, ‘સ્કંધ'ના પર્યાય શબ્દો બતાવ્યા છે (ગાથા ૫) પછી આવશ્યકના છ અર્વાધિકાર અને પિંડાર્થ જણાવી પ્રત્યેક અધ્યયનના અર્થની વાત જણાવી અધ્યયનનાં નામો બતાવ્યા છે પછી અનુયોગના=વ્યાખ્યાના મુખ્ય ચાર ભેદો દર્શાવ્યા છે (સૂ.૫૮-૫૯). બાદ ઉપક્રમ લૌકિક અને શાસ્ત્રીય એમ બે ભેદ કરી, લૌકિક-ઉપક્રમના છ ભેદ બતાવ્યા છે (સૂ.૬૦થી ૬૯), પછી શાસ્ત્રીય-ઉપક્રમના છ ભેદનાં નામ બતાવ્યાં છે. (સૂ.૭૦) પછી આનુપૂર્તિ (સૂ.૭૫-૧૧૯)નું સ્વરૂપ છે. ક્રમે "નામ (સૂ.૧૨૦થી ૧૩૦)નું સ્વરૂપ છે. ‘પ્રમાણ” (સૂ.૧૩૧થી ૧૪૬)નું સ્વરૂપ છે. પછી ‘વક્તવ્યતા’ (સૂ.૧૪૭), “અર્થાધિકાર’ (સૂ ૧૪૮) અને ‘સમવતાર' (સૂ.૧૪૯)નું સ્વરૂપ છે. - પછી ‘નિક્ષેપ'નામના અનુયોગના બીજા દ્વારનું વર્ણન (સૂ.૧૫૦) છે. “અનુગમ' નામના અનુયોગના ત્રીજા દ્વારનું વર્ણન (સૂત્ર ૧૫૧) છે. આ “નય’ નામના અનુયોગના ચોથા દ્વારનું વર્ણન (સૂત્ર ૧૫૨) આપેલ છે. આ રીતે શ્રીઅનુયોગદ્વારસૂત્ર વિવિધ રીતે આગમિક શૈલીએ વ્યાખ્યા કરવાના ભિન્ન ભિન્ન પ્રકારોનું માર્મિક વર્ણન પૂરું પાડે છે. અંતમાં લખવાનું કે આગમસૂત્રોનું વાંચન કરતાં પૂર્વે આ ગ્રંથનું અધ્યયન, પરિશીલન કરવાથી આગમની અધ્યયન પદ્ધતિ હસ્તગત થાય છે, જેથી આગમ ગ્રંથોનું અધ્યયનપરિશીલન ઘણું જ સરસ રીતે થાય છે. આગમની સરગમ

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100