Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 96
________________ આગમો અંગે કંઈક વાતો બોલતાં અગિયાર અંગની વાત લીધી છે. બાર ઉપાંગની વાત લીધી છે. એમાં બાર ‘ઉપાંગો’ ઉપપાતિકથી માંડી વદ્વિદશા સુધીનાં લીધાં છે, પછી નંદી, અનુયોગ પિંડનિર્યુક્તિ સિવાયનાં આવશ્યક આદિ ‘ચારમૂળ' છેદ સૂત્રોમાં જીતકલ્પ સિવાય નિશીથી આદિ છ છેદ, પન્નામાં ચતુઃશરણ, આરાધન-પતાકા, તંદુલ-વૈચારિક, ભક્ત-પરિજ્ઞા, ગચ્છાચાર એ રીતે આગમોનો અધિકાર તેમાં જણાવ્યો છે. એટલે દશ પન્નામાં અમુક પન્ના સિવાય એમણે લીધા છે. પિસ્તાલીશ આગમ સજઝાય સં.૧૭૧૮થી સં. ૧૭૪૩માં થયેલા પૂજ્ય ઉપાધ્યાય શ્રીયશોવિયજી મહારાજ ૪૫ આગમોના વિભાગો સ્પષ્ટ પાડી બતાવ્યા છે. તેઓશ્રીએ ૪૫ આગમની સજઝાયમાં આચારાંગ વગેરે અગિયાર અંગ, ‘ઉવવાઈ” વગેરે બાર ઉપાંગ, જીતકલ્પ સિવાયના છ ‘છેદ', ચતુ:શરણાદિ દશપયન્ના'. નંદી, અનુયોગ, પિંડનિર્યુક્તિ, સિવાય ચાર ‘મૂળ' એમ ૪પ આગમનાં નામોનો ઉલ્લેખ કર્યો છે. - અત્રે એક વાત ચોક્કસ છે કે “વિચાર-સાર” પ્રકરણનાકર્તા શ્રી પ્રદ્યુમ્નસૂરિજીના સમયથી અંગ, ઉપાંગ, પન્ના વગેરે થઈને ૪૫ આગમની માન્યતા રૂઢ થયેલી છે, પણ સંપૂર્ણપણે વ્યવસ્થિત વિભાગોના માટે ખાસ સંપૂર્ણ ઉલ્લેખ ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજથી દેખાય છે. (આમ મળેલા પુરાવાના આધારે જો વિભક્ત ભાગ દેખાતો હોય તો ઉપાધ્યાયજી). મહારાજથી દેખાય છે. | શ્રી વીરવિજયમહારાજ કૃત પૂજા સંવત ૧૮૮૧માં રચાયેલી શ્રીવીરવિજયજી મહારાજ કૃત ૪૫ આગમની પૂજામાં અંગ, ઉપાંગ વગેરે ભેદો પાડેલા છે. તેમાં આચારાંગ વગેરે ૧૧ અંગો અને ઉવવાઈ વગેરે ૧૨ ઉપાંગો ‘ચતુઃ શરણાદિ’ દશપયન્ના, છેદ સૂત્રોમાં ‘નિશીથ’ આદિ છ લીધાં, તેમાં “જીતકલ્પ’ અને “પંચકલ્પ’ બંને લેતાં ‘કલ્પ’નો નિર્દેશ કર્યો નથી અને છ ગણાવ્યાં છે. ‘મૂળની અંદર ‘પિંડનિર્યુક્તિ” નહીં લેતા ‘ઓપનિર્યુક્તિ' લઈને ચાર ગણવ્યાં છે અને ‘નંદી અનુયોગ' લેવા સાથે ૪૫ ગણાવ્યાં છે. શ્રીરૂપવિજય મહારાજ કૃત પૂજા સંવત-૧૮૮૫માં શ્રીરૂપવિજયજી મહારાજે પિસ્તાલીશ આગમની પૂજા રચી છે. તેમાં શ્રીવીરવિજયજી મહારાજની માફક જ ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦પયન્ના જણાવ્યા છે. છ છેદની અંદર “પંચકલ્પ’ના બદલે ‘બૃહત્કલ્પ’ લઈને છ લીધા છે. ચાર મૂળની અંદર ‘ઓઘનિર્યુક્તિ'ના બદલે પિંડનિર્યુક્તિ' લીધી છે તથા નંદી’ અને ‘અનુયોગ’ એમ ૪૫ આગમ જણાવ્યાં છે. શ્રીવીરવિજયજી મ.ની અષ્ટપ્રકારી પૂજામાં ૪૫ આગમનો વિભાગ આઠ પૂજામાં સમાવી દીધો છે. પણ શ્રી રૂપવિજયજી મહારાજે અંગ, ઉપાંગ એમ લઈને ૪૫ આગમની ૪૫ પૂજાઓ એટલે દરેક આગમની જુદી જુદી એકેક પૂજા લીધી છે. ક્રમની અંદર વીરવિજયજી મ. કરતાં રૂપવિજયજી મહારાજની પૂજામાં પન્ના વગેરેમાં થોડો ભેદ પાડે છે. આગમની સરગમ

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100