Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 97
________________ શ્રીસમવયાંગ અને કર્મગ્રંથમાં ‘દ્વાદશાંગી’ની વાત આવે છે, પણ બધી ૪૫ આગમની વાતો તેમાં આ રીતે આવતી નથી. આ રીતે ઉપર વર્ણવ્યા તે રીતના બધાએ ગ્રંથો વગેરેનું મંથન કરીને ધ્યાનસ્થ સ્વર્ગગત આગમોદ્ધોક આચાર્ય શ્રીઆનંદસાગરસૂરિશ્વરજી મહારાજે શ્રીવર્ધમાન જૈન આગમ મંદિરમાં શીલાઓમાં આગમો કોરાવવા માટે નિર્ણય કરીને છપાવતાં ૧૧ અંગો, ૧૨ ઉપાંગો તો જે પ્રમાણે ઉ૫૨ વર્ણવ્યાં તે પ્રમાણે લીધા, પણ છ છેદની અંદર જીતકલ્પના પેટા વિભાગમાં પંચકલ્પ લઈ લીધું છે, ચાર મૂળની અંદર આવશ્યકના પેટા વિભાગમાં ઓધનિયુક્તિ લઈ લીધી અને પિંડનિયુક્તિ સાથે ચાર જ ગણ્યાં, દશ પયન્નાના ક્રમમાં કોઈ કોઈ સ્થાનમાં કોઈક કોઈક જુદા લેવાયા છે, પણ આમાં તો ચતુઃશરણ' આતુરપ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન ભક્તિપરિક્ષા, તંદુલવૈચારિક, સંસ્તારક, ગચ્છાચાર, ગણિવિદ્યા, દેવેન્દ્રસ્તવ અને મરણસમાધિ એમ ૧૦ પયન્ના લીધા છે તેમ જ નંદીસૂત્ર ને અનુયોગદ્વાર બે લેતાં ૪૫ આગમો લીધા છે. શ્રીવર્ધમાન-જૈન-આગમ-મંદિર, પાલિતાણાની અંદર ઉપર જણાવેલા ૪૫ આગમો શિલામાં લેવાયા છે. એવી જ રીતે શ્રીઆગમરત્નમંજૂષામાં એકેક શિલાના ચાર-ચાર પાનાંના હિસાબે તે લેવાયાં છે એટલે શિલામાં ૩૩૫મી શીલાના ૧/૪ ભાગે ૪૫ આગમો પ્રશસ્તિ સહિત પૂરા થાય છે અને તેના એક શિલાનાં ચાર પાનાંના હિસાબે ૧૩૩૭ પાનાંએ છાપેલાં પિસ્તાલીશ આગમો પ્રશસ્તિ સાથે પૂર્ણ થાય છે. આની જ ઉપરથી શ્રવર્ધમાનજૈનતામ્રપત્ર આગમમંદિર, સુરતમાં તામ્રપત્રમાં ૩૩૫ શિલાના ૧/૪ ભાગે બધાંએ આગમો લેવાયા છે. શ્રીઆગમરત્નમંજૂષાના આધારે અમદાવાદ-વાડજમાં બુધાભાઈ ટ્રસ્ટમાં ૪૫ આગમો તામ્રપત્રમાં કોતરાવીને ‘દયામંદિર’માં સ્થાપન કરવામાં આવ્યાં છે. ઉપસંહાર અનુયોગદ્વાર સૂ.૪૨, ટીકા ૫.૪૮, નંદી ટીકા (મલ) ૫.૨૦૩, સ્થા. ટીકા ૫.૩, ૫.૫૧, સમ. સૂત્ર પ.૧, સમ ટી.૫.૧૦૭, ટી.પ. ૧૫૯, ભગ. સૂ. ૬૮૩, ૫.૭૯૨, ટી.પ. ૭૯૩, ઉત્ત. ૫.૫૧૪, તત્ત્વા. હરિ. પૃ.૭૨, નંદી. ચૂ.પૃ, ૪૭, નંદી. ટી.હારિ. પૃ, ૮૨, પૃ.૯૦, અનુયોગ ટી.મલ્લ. ૫.૩૮, વગેરેમાં દ્વાદશાંગની, પ્રવચનપુરુષની, શ્રુતપુરુષની, આગમપુરુષની વાત આવે છે, પણ ઉપાંગ, પયન્ના, છેદ, મૂળ, નંદિ અને અનુયોગનો વિભાગ પૂર્વે જણાવ્યો તેવી રીતે તે બધામાં પ્રાયઃ દેખાતો નથી, તેથી ઉપા.યશોવિજયજી મહારાજ વગેરેએ પાડેલા વિભાગોને અનુલક્ષીને અત્રે પિસ્તાલીશ આગમ એમ જે જણાવ્યું છે તે ઉપરના આધારોએ જણાવ્યું છે. સમાચારીમાં યોગવિધિમાં અંગ, ઉપાંગનો વિભાગ તો બરોબર છે, પણ ત્યાં છેદ આદિ વિભાગની ખાસ આવશ્યકતા ન હોવાને લીધે તે જાતની તેમ જ ‘મૂળ’ આદિ સંજ્ઞા ન હોય તે સ્વાભાવિક છે. તેમાં યોગવિધિમાં છેદસૂત્રમાંના કોઈકને સૂત્રને પયન્નામાં પણ લેવાયાં છે, પણ તે વાતને અત્રે લેવામાં આવી નથી. આગમની સરગમ ૧

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100