Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 93
________________ શ્રીઆગમના નામનિર્દેશ અને તેના વિભાગો "तित्थंकरे अ तित्थे अतित्थसिद्धे य तित्थसिद्धे य। सिद्धे जिणे रिसि महरिसि नाणं च वंदाभि ॥१॥ શાસ્ત્રોની શાખા પરમપૂજય ગણધર ભગવંતાદિ મહર્ષિઓએ પાક્ષિકસૂત્ર, નંદીસૂત્ર, વિચારસારપ્રકરણ, સિદ્ધાન્ત-આગમ-સ્તવ, વિચાર-રત્નાકર, શ્રીયશોવિજયજી મ. કૃત પિસ્તાલીશ આગમની સજઝાય, ૫. વીરવિજયજીકૃત ૪૫ આગમ-પૂજા, શ્રીરૂપવિજયકૃત પિસ્તાલીશ આગમ પૂજા અને શ્રીઆગમરત્નમંજૂષા. આ બધાના આધારે આગમોના વિભાગોનો વિચાર આની અંદર ચર્ચવાનો છે. - વર્તમાનકાળની અંદર “૪૫” આગમો છે' એમ કહેવાય છે. તેમાં ૧૧-અંગ, ૧૨ ઉપાંગ, ૬ છેદ, ૧૦ પન્ના, ૪ મૂળ, નંદીસૂત્ર અને અનુયોગદ્વાર. એ રીતે ૪૫ આગમો છે, પણ પૂર્વકાળનાં મળતાં સાધનો દ્વારા તેનો સંબંધ જોડી અત્રે તેના વિભાગો અમે કરીએ છીએ. આવશ્યકક્રિયા એ ભગવંતનું શાસન સ્થપાયું ત્યારથી છે જ. શ્રીમહાવીર મહારાજનું શાસન સપ્રતિક્રમણ ધર્મવાળું હોવાને લીધે, આ શાસનમાં વૈશાખ સુદ અગિયારસથી જ પ્રતિક્રમણ ચાલ્યું, આથી પ્રતિક્રમણની ક્રિયાને અનુલક્ષીને દૈવસિક-રાત્રિક-પાક્ષિક-ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં જોઇતાં સૂત્રો શ્રીગણધર ભગવંતોના લેવાં જ પડે અર્થાતુ ગણધર ભગવંતોના રચેલાં એમ ગણવું પડે, શ્રીઆવશ્યકસૂત્રની રચના ગણધર ભગવંતની માનવી જ પડે, આથી પાકિસૂત્રની રચના આવશ્યક ક્રિયાને અનુલક્ષીને હોવાને લીધે ગણધર ભગવંતોની કૃતિ છે એમ માનવું પડે. તે આ શ્રીપાકિસૂત્રની અંદર છેલ્લા ચાર આલાવામાં શ્રુત-જ્ઞાનના ચાર વિભાગો પાડેલાં છે. પાક્ષિકસૂત્રના આધારે આગમ વિભાગ - પહેલા આલાવામાં-સામાયિક, ચઉવીસત્યો, વંદન, પડિક્કમણ, કાઉસ્સગ અને પચ્ચકખાણ એમ આવશ્યકના છ વિભાગો પાડ્યા છે. બીજા આલાવામાં ઉત્કાલિક, ત્રીજા અલાવામાં કાલિક અને ચોથા અલાવામાં અંગપ્રવિષ્ટ એમ જણાવ્યું છે. - ઉત્કાલિકનાં નામો જણાવતાં:- ૧. દર્શયાલિય, ૨. કપ્પિયાકપ્રિયં, ૩. ચુલ્લકમ્પસુય, ૪. મહાકલ્પસુય, ૫. ઉવવાય, ૬. રાયપાસેણિય, ૭. જીવાભિગમો, ૮. પન્નવણા, ૯. મહાપન્નવણા, ૧૦. નંદી, ૧૧ અનુયોગદારાઈ, ૧૨. દેવિંદFઓ, ૧૩. તંદુલવેયાલિય, ૧૪. ચંડાવિન્યૂઝયું, ૧૫. પમાયપ્પમાય, ૧૬.પોરિસિમંડલ, ૧૭મંડલખવેસો, ૧૮.ગણિવિઝા, ૧૯. વિજઝાચરણગિણિચ્છઓ, ૨૦. ઝાણવિભત્તિ, ૨૧. મરણવિભત્તિ, ૨૨, આયરિસોહિ, ૨૩. સંલેહણાસુર્ય, ૨૪. વીયરાયસુર્ય, ૨૫. વિહારકMો, ૨૬. ચરણવિહી, ર૭. આરિપચ્ચકખાણ અને ૨૮. મહાપચ્ચખાણું, એ બધાંને ‘ઉત્કાલિક’ જણાવ્યાં છે. આગમની સરગમ

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100