________________
આદિનું વર્ણન તથા શરીર આહાર ઉપધિ આદિને વોસિરાવવાનો સંસ્તારકવિધિ વર્ણવ્યો છે. અનશન કરનાર પુણ્યવાન આત્માને હિતકર હિતોપદેશ જણાવતાં ૧૭ ગાથાઓમાં અન્યત્વ, અશુચિત, આદિ ભાવનાઓનું સુંદર સ્વરૂપ વર્ણવતાં નરક આદિ ૪ ગતિના દુ:ખોનું વર્ણન કરી સમાધિવંત મહાનુભાવને અનશનમાં ભાવોલ્લાસ વધે તેવું વર્ણન આવે છે, સાથે સાથે આરાધક ભાવ સાથે સમાધિ મૃત્યુને વરણ કરનાર શ્રી જિનધર્મશ્રેષ્ઠ ચિલાતિપુત્ર, શાલિભદ્ર, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન આદિ પાંચ પાંડવોનાં સચોટ દષ્ટાંતો આપ્યાં છે, જે આરાધક આત્માના ભાવને વૃદ્ધિનું સબળ નિમિત્ત બની શકે છે.
આ રીતે પ્રાંતમાં ૧૨ ભાવનાનું ભાવવાહી સ્વરૂપ વર્ણવી સ્થિર નિર્દોષ અને નિર્મળ મોક્ષ સુખનું વર્ણન કરી શ્રીજિનધર્મનો અપૂર્વ મહિમા વર્ણવી આ પ્રકીર્ણક પૂર્ણ કર્યું છે.
છ છેદ ગ્રંથસાર જૈનદર્શનમાં પિસ્તાલીશ આગમ પૈકી એક વિભાગ છ છેદનો માનવામાં આવેલો છે. તેમાં ક્રમે નિશીથ (૧)બૃહત્કલ્પ (૨) વ્યવહાર (૩) દશાશ્રુતસ્કંધ (૪) જીતકલ્પ કે પંચકલ્પ (૫) અને મહાનિશીથ (૬) એમ છ છેદ સૂત્રો લીધેલાં છે. કોઈ જીતકલ્પની ગણના કરે છે. અને કોઈ પંચકલ્પની ગણના કરે છે, પણ છેદ તો છ જ માનેલાં છે. છેદ એટલે કસોટી, આચારાંગ વગેરે પર્યાયની (સંયમ પર્યાયની) અપેક્ષાએ અપાય છે, જ્યારે છેદ ગ્રંથો સંયમ પર્યાય અને વ્યક્તિની યોગ્યતા (આથી આગમોદ્ધારકશ્રીએ સુરત આગમ મંદિરના ભોયરામાં આવેલા તામ્રપત્રોના છેદ ગ્રન્થવાળા રૂમને ઉત્કૃષ્ટદ્યુતમંદિર કહ્યું છે) એ બન્ને ઉપર આધાર રાખીને અપાય છે. આથી એને ‘ઉત્કૃષ્ટશ્રુત” કહેવામાં કંઈ અધિકતા નથી. ઉત્સર્ગ અને અપવાદ બન્ને માર્ગો હોય છે. ઉત્સર્ગ માર્ગનું આચરણ કરતાં અપવાદ ક્યાં આગળ આવે છે અને એ અપવાદ આવે તો શું કરવું? એ અંગે છેદ ગ્રંથોનો અધિકાર છે. કાયદો એ ઉત્સર્ગ અને તેની અંદર રહેલી પેટાકલમો એ અપવાદ છે તેવી જ રીતે અહીંયાં પણ સમજવું. જેમ સાધુ કાચા પાણીનો સ્પર્શ ન કરે-તે ઉત્સર્ગ માર્ગ, પણ સંયમ નિર્વાહ માટે સાધુએ વિહાર કરવો જ જોઈએ અને વિહારમાં આવતી નદી પણ ઊતરવી પડે અને નદી ઉતરતાં કાચા પાણીનો સંઘટ્ટો (વિરાધના) થાય. નદી ઊતરવી એ અપવાદ.
પ્રથમ છેદ-નિશીથસૂત્ર નિશીથ-નિશીથ એટલે પ્રથમ છેદ સૂત્ર. આચારાંગના બીજા શ્રુતસ્કંધની અંદર સાત-સાત અધ્યયન રૂપ બે ચૂલિકાઓ અને તે પછી બીજી બે ચૂલિકાઓ આવે એમ એ ચાર ચૂલિકાઓ આચારાંગમાં સમાયેલી છે અને આચારાંગની પાંચમી ચૂલિકા એટલે નિશીથ અધ્યયન. એ ચૂલિકા વિસ્તારરૂપ હોવાથી પૂર્ણ પુરુષોએ સ્વતંત્ર છેદ ગ્રન્થ
આગમની સરગમ