________________
-
જણાવી સામાયિક-નિયુક્તિને જણાવી. આવશ્યકનું પહેલું સામાયિક અધ્યયન, તેના મંગળરૂપે શ્રીનમસ્કાર મહામંત્ર અને સર્વ સાવધનાં પચ્ચકખાણ રૂપ સામાયિક. આત્માને સમતાનો લાભ થાય, વર્તમાન, ભૂત અને ભવિષ્ય. વર્તમાનનાં પચ્ચકખાણ, ભૂતનું નિકંદન અને ભવિષ્યમાં ન કરવું, ન કરાવવું અને ન અનુમોદવું તે વગેરે અધિકાર પ્રથમ સામાયિક અધ્યયનનો છે. પ્રતિક્રમણ કરવા માટે ઊઠેલો, સર્વસાવદ્યથી પાછો હઠીને તીર્થના સ્થાપનારા તીર્થંકર પરમાત્માઓની સ્તવના કરે, તે અધિકાર બીજા ચઉવીસત્યો અધ્યયનનો છે. તીર્થંકર પરમાત્મા પછી પાપની આલોચનાને માટે ગુરુમહારાજની સાક્ષીએ ક્રિયા કરનાર હોવાથી ત્રીજું આવશ્યક ગુરુવંદન એટલે વંદન આવે. આટલું કર્યા પછી પોતે શું કરવા માટે તૈયાર થયો છે અર્થાત લાગેલાં પાપોને આલોવવા માટે તૈયાર થયો છે, તેથી ચોથું પ્રતિક્રમણ આવશ્યકે, ત્યાર પછી શબ્દના ઉચ્ચાર વડે કરીને જે પાપની શુદ્ધિ કરી છે તેની વિશેષ શુદ્ધિ માટે કાયાને પણ કાબુમાં લેવી જોઈએ, તેથી પાંચમું કાયોત્સર્ગ નામનું અધ્યયન, તપમાં એક એવો ગુણ છે કે જૂનો પણ મેલ કાઢી શકે અને નિર્મળ બનાવી શકે. તે તપ રૂપ છકું આવશ્યક પચ્ચક્ખાણ. આ રીતે આવશ્યકની અંદર છ અધ્યયનો છે.
આ આવશ્યકમાં સામાચારી ત્રણ પ્રકારે બતાવી છે:- (૧) ઓઘસામાચારી (૨) દશધાસામાચારી અને (૩) પદવિભાગસામાચારી, તેમાં ઓઘસામાચારી ઓથનિર્યુક્તિમાં દશધાસામાચારી, આવશ્યકમાં. તે આ પ્રમાણે-(૧) ઇચ્છા (ર) મિચ્છા (૩) આવસિયા (૪) નિસિહિયા (પ) તહકાર (દ) આપુછણા (૭) પડિપુછણી (૮) છંદણા (૯) નિમંત્રણ અને (૧૦) ઉપસંપદા છે અને પદવિભાગ સામાચારી એ કલ્પવ્યવહારમાં એમ ત્રણ ભાગ થાય. તેમાંની દશધાસામાચારી આવશ્યક-નિર્યુક્તિમાં આવે. આ રીતે પ્રથમ મૂળ સૂત્રનો સાર જણાવ્યો.
બીજ મળ-દશવૈકાલિક ચાર મૂળ પૈકી દશવૈકાલિક બીજું મૂળ સૂત્ર ગણાય છે. દશ અધ્યયનોનો સમૂહ અને કાળ વેળાને છોડીને ગમે ત્યારે ભણી શકાય તેવું હોવાને લીધે આ દશવૈકાલિક કહેવામાં આવે છે. શ્રીશઠંભવસૂરિ મહારાજે પોતાના સંસારીપણાના પુત્ર મનક સાધુના હિત માટે આની રચના કરી. તે રચના કર્યા પછીથી આચારાંગની પહેલાં ઉત્તરાધ્યયન જે ભણાવાતું હતું તેના બદલે દશવૈકાલિકસૂત્ર ભણાવવાની પ્રવૃત્તિ થઈ, કારણ કે આઠ વર્ષનું બાળક સહેલાઈથી ભણી શકે તેવી આ મીઠી રચના છે, શ્રીદશવૈકાલિકમાં પ્રથમ અધ્યયનમાં અહિંસા-સંયમ અને તપની વાત લઈને સંયમમાં સાધુએ આહાર કેવી રીતે ગવેષણા કરીને લેવો તે જણાવ્યું છે. બીજા અધ્યયનની અંદર સંયમ લીધેલો
આગમની સરગમ