________________
પ્રતની સાંગોપાંગતા કરી છે. આ भी महानीशाथ सूत्रम
અધિકાર અધ્યયન- ૪ના છેડે આપેલો છે અને સિદ્ધસેનસૂરિ
વ દ્ધ વાદિ - ય કા સ ન ગણિ , Be - e!21,
દેવગુપ્તસૂરિ જિનદાસગણિ વગેરેથી પણ બહુ માન્ય થયેલું છે. આનું પહેલું અધ્યયન શલ્યોદ્ધરણશરીરમાં લાગેલું શલ્ય તેનો જેમ ઉદ્ધાર કરવો જોઈએ તેમ અઢાર પાપસ્થાનક વગેરેનો ઉદ્ધાર કરવો જો ઈએ તે અધિકાર છે. બીજું અધ્યયન કર્મવિપાકતેમાં પહેલા અધ્યયનમાં જે શલ્યનો ઉદ્ધાર કહ્યો તે ન કર્યો હોય તો ૮૪ લાખ જીવ યોનિમાં ભટકવું પડે. તેથી જે-જે યોનિમાં પાપ કર્યું હોય તેની આલોચના કરવી જોઈએ એ બીજા અધ્યયનનો વિષય છે. ત્રીજું ચોથું
અધ્યયન કુશીલ ને કુશીલસંસર્ગવર્જન નામનું છે. તેમાં કુશીલસાધુઓનો અધિકાર છે. અંડકનું દષ્ટાન્ત, નમસ્કાર મહામંત્રના ઉપધાન, અનુકમ્પા, તીર્થકરનું વિસ્તૃત વર્ણન, દ્રવ્ય ભાવપૂજાનો અધિકાર, નાગિલ શ્રાવકનો અધિકાર, અંડગોલિક થવાનો અધિકાર વગેરે છે. પાંચમું અધ્યયન ગચ્છમર્યાદા. તેમાં ગુરુ શિષ્યનો સંબંધ, પાંચમા આરાના છેડા સુધીની ગચ્છ વગેરેની વાત, કમલપ્રભાચાર્યનું પતિત થવું, સાત અચ્છરાં, સાવદ્યાચાર્ય વગેરેની વાતો જણાવી છે. છઠું અધ્યયન ગીતાર્થ વિહાર. એમાં આલોયણાનો અધિકાર, ભદ્રાચાર્ય, રજૂઆર્યા નંદિષેણ, અષાઢાભૂતિ, લક્ષ્મણા, પુંડરિક-કંડરિક વગેરેનો અધિકાર છે. સાતમું અધ્યયન એકાન્તનિર્જરા. ઉપર જણાવેલાં છ અધ્યયનો પછી દશ પ્રકારના પ્રાયશ્ચિત, આલોચનાના ભેદો, પ્રાયશ્ચિત લેવાથી થતા ફાયદા, આલોયણાનું સ્વરૂપ, સુશઢની પુત્રી સૂર્યશ્રી, સુશઢ, ગોવિન્દ બ્રાહ્મણ, અંજનાશ્રી વગેરેનો અધિકાર તેમાં છે. આઠમું અધ્યયન જયણા. ઉપર જણાવેલી આલોયણા લઈને પ્રાયશ્ચિત્તને પૂર્ણ કરનાર આરાધક થાય છે અને પ્રાયશ્ચિત્ત નહીં લેનાર અને લઈને પૂર્ણ નહીં કરનાર વિરાધક થાય છે એમ જણાવ્યું છે અને સુશઢની કથા પણ જણાવી છે.
શ્રી મહાનિશીથ સૂત્રમાં વર્ધમાન વિઘા તથા નવકારમંત્રનો મહિમા...ઉપધાનનું સ્વરૂપ અને
વિવિધ તપનું વર્ણન છે. ગચ્છનું સ્વરૂપ, ગુરુકુલવાસનું મહત્વ, પ્રાયશ્ચિતોનું ધાર્મિક સ્વરૂપ, બ્રહ્મચર્ય વ્રત ભંગથી કેટલા દુ:ખ પડે છે, તે જણાવી કર્મ સિદ્ધાંત સિદ્ધ કર્યા છે.
સંયમી જીવનની વિશુધ્ધિ પર ખૂબજ ભાર મૂક્યો છે.
૧ ૧ ચમક
આગમની સરગમ
SLO