________________
અથવા ગચ્છમાં સૂત્રથી અતિરિકત श्री जीतकल्प सूत्रम
કારણથી જે વ્યવહાર પ્રવર્યો હોય અને ઘણા એને અનુસર્યા હોય તે જીત એટલે આચાર. તે અશઠ વડે આચરેલો અને બીજાઓએ જેનો નિષેધ ન કર્યો હોય અને અનુમતિ આપી હોય તેવો વ્યવહાર તે ‘જીતવ્યવહાર.' આગમ, શ્રત, આજ્ઞા, ધારણ અને જીત તેને જણાવનારો આ છેદ ગ્રંથ જીતકલ્પ આની અંદર પ્રાયશ્ચિત અને પ્રાયશ્ચિત લેનારનો વિસ્તૃત અધિકાર છે.
પંચકલ્પ-પાંચ પ્રકારનો સાધુનો કલ્પ-આચાર કહેવાથી આનું નામ પંચકલ્પ એમ કહેવાય છે. ગાથા ૧૫૧-પરમાં કલ્પ શબ્દના સામર્થ્ય, વર્ણન, કાળ, છેદ, કરણ, ઉપમા અને અધિવાસ એમ અર્થો બતાવ્યા છે.
ગાથા ૧૮૨-૮૩-૮૪માં જીતકલ્પના છપ્રકાર અભ્યપગમ, લોચ કરવો, ગ્રહણ આસેવન શિક્ષા, વ્રતસ્થાપના, સંભોગમંડળી અને સહવાસ-એકત્રતા એમ જણાવ્યાં છે. ગાથા ૧૩૧રમાં પુરુષના ત્રણ પ્રકારપરિણત, અપરિણત અને અતિપરિણત જણાવ્યાં છે. ગાથા ૧ર૬પમાં જ્ઞાનકલ્પ એટલે સૂત્રાદિના ઉદેશમાં વાચના, પૃચ્છના, પ્રતિપૃચ્છના, પરિઅટ્ટના એમ જણાવીને આચાર્ય, ઉપાધ્યાય વગેરેનો સૂત્ર, કલ્પ, વિધિ બતાવ્યો છે. ગાથા ૧૩૦૨માં એ વાત જણાવી છે કે બહુ ક્રોડો વર્ષો વડે કરીને અજ્ઞાની જે કર્મ ખપાવે છે તે કર્મને ત્રણ ગુપ્તિવાળો જ્ઞાની ઉશ્વાસ માત્રમાં ખપાવે છે. ગાથા ૨૭૩માં સારવાર કઈ રીતે કરવી તે જણાવ્યું. ભક્ત, પાન, શયન, આસન, ઉપધિ, વંદન, ચરણ, કરણ, અણુવત્તણતા અને ગ્રહણતા એમ અગિયાર વાત પણ આમાં જણાવી છે. આ રીતે પંચકલ્પની અંદર સાધુના આચારોનું વર્ણન કરાય છે.
છઠું છેદ-મહાનિશીથસૂત્ર મહાનિશીથ-જેમાં જણાવવામાં આવ્યું છે એવો જે છેદ ગ્રંથ તે મહાનિશીથ. આ ગ્રંથમાં આઠ અધ્યયનો છે. તેની ઉપર ટીકા-ભાગ્ય-ચૂર્ણિ કાંઈ જ નથી. આ છેદ ગ્રંથ અતિ ગૂઢાર્થ છે. આ હરિભદ્રસૂરિજી મહારાજે જે સડન, પડણ થઈ ગયેલી એવી
શ્રી જીતક૫ ગંભીર ગ્રંથ છે. સાધુ જીવનમાં...લાગેલા અતિચારો, અનાચારોના દશ અને ઓગણીશ પ્રકારના પ્રાયશ્ચિતોનું વિધાન કર્યું છે. આ ગંભીર પંથ છે. 'પીઢ ગીતાર્થ ભગવંતોજ આ ગ્રંથના અધિકારી ગલ્લાય છે.
મુક રકમ.
આગમની સરગમ