________________
સંક્ષિપ્ત પરિચય
| જિનશાસનમાં આત્માની શક્તિઓના श्री नन्दि सूत्रम
ક્રમિક વિકાસનું ધ્યેય મુખ્ય છે. તે અંગે જરૂરી સાધન તરીકે રત્નત્રયી રૂપ સમ્યગ્દર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગુચારિત્રનું વર્ણન અનુભવી મર્મજ્ઞાનીઓએ કર્યું છે. તેમાં ‘દેહલીદીપક ન્યાયે સમ્યજ્ઞાન જીવનશુદ્ધિ માટે વધુ ઉપયોગી છે. | ‘જ્ઞાન” એટલે? જાણવું, પણ ‘સમ્યક’ એટલે? હેયોપાદેયના નિર્ણયની શક્તિનો વિકાસ એટલે હેયોપાદેયને વ્યવસ્થિત રીતે પારખીને પદાર્થનું યથાર્થ જ્ઞાન તે સમ્યજ્ઞાન.
આવું જ્ઞાન બુદ્ધિનો ગમે તેટલો વિકાસ કે અક્ષરજ્ઞાન વધ્યું, છતાં આત્મા ઉપરથી મોહના સંસ્કારોનો હ્રાસ ન થાય ત્યાં સુધી મેળવી શકાતું નથી. એ દષ્ટિએ મોહના સંસ્કારોનું સંપૂર્ણ વિલીનીકરણ કરવા સાથે જગતનાં જીવો સંપૂર્ણ શાશ્વત સુખી બને એ ઉત્કૃષ્ટ શુભાશયવાળા શ્રીતીર્થંકર પરમાત્માઓએ તીર્થંકર નામ કર્મના ઉદયના બળે કેવળજ્ઞાન
પછી સમવસરણમાં બેસીને એકાંત કલ્યાણકર ‘ત્રિપદી' દ્વારા દ્વાદ્ધશાંગી રૂપ શ્રુતજ્ઞાન ગણધર ભગવંતો મારફત જગતની સામે રજૂ કર્યું તે જ ખરેખર આત્મશુદ્ધિ માટે અચૂક સાધનરૂપ સમ્યગૃજ્ઞાન છે.
કાળક્રમે શ્રદ્ધા, મેધા, ધારણા, શક્તિ, આદિના હૂાસના કારણે ઘટતું ઘટતું તે શ્રુત-જ્ઞાન અપાર પણ સમુદ્રની અપેક્ષાએ બિન્દુ તુલ્ય આજે રહ્યું છે.
તેમ છતાં આજે જે છે તેની વીતરાગ પ્રભુની મૌલિક વાણી રૂપ હોઈ વિવેક-બુદ્ધિ જાગૃતિ સાથે આજના ઉપલબ્ધ આગમ સાહિત્યનો પણ ગુરુગમથી અધ્યયન, પરિશીલન કરવામાં આવે તો અનાદિકાલીન વિવિધ વિષય સંસ્કારોની પકડમાંથી જાતને છોડાવી શકાય તેમ છે.
૪૫ આગમરૂપ આગમ સાહિત્યના મહત્ત્વપૂર્ણ શ્રીનન્દીસૂત્રનો ટૂંકમાં પરિચયાત્મક વિચાર કરવાનો છે. આ શ્રીનન્દીસૂત્ર મંગલરૂપ છે અને પ્રાથમિક તૈયારીનું આગમ અનુયોગદ્વાર સૂત્ર છે. - શ્રીનન્દીસૂત્ર-વ્યવહારમાં જોઈએ છીએ કે કોઈ પણ કાર્ય શરૂ કરતાં તેની નિરાબાધ સિદ્ધિ માટે વચ્ચે કોઈ આડ, અંતરાય, વિક્ષેપ ન નડે એ આશયથી સારું મુહૂર્ત, ઇષ્ટદેવનું સ્મરણ, સારા શુકન, મંગલ વસ્તુનું દર્શન કે ભોજન આદિ માંગલિક કરવામાં આવે છે. એ રીતે જગતના સકલ જીવોનાં કર્મોનાં બંધન તૂટે અને બધા જીવો પોતાની શક્તિઓને યોગ્ય રીતે વિકસાવી પરમ પદના ભાગી બને. આ શુભ આશયને બર લાવવા માટે ગણધર ભગવંતો અને શ્રોતાઓના પણ પોતાનાં કર્મનાં બંધનો વ્યવસ્થિત રીતે તૂટે, શાશ્વત આત્મિક આનંદની
પિ૨૫ મંગલરૂપ આ ગામમાં મતિવાન, મૃતળાન, અવધિનાન, મનઃ પર્યવસાન" દિવલશાન એ પાંચ નાનનું વિગતવારનું વર્ણન છે, દ્વાદશાંગીનું સંક્ષિપ્ત વર્ણન ખૂબજ સંદર છે, અનેક ઉપમાનો પૂર્વક પ્રી સંઘનું વર્ણન, તીર્થકર, ગણધરના નામો,
સ્પવિરોના ટૂંકા રિો જણાવેલા છે.
આગમની સરગમ