Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 87
________________ पिंडनियुक्ति सूत्रम् શ્રીપિણ્ડનિર્યુક્તિનો અધિકારપિણ્ડના ઉગમ, ઉત્પાદ, ઐષણા, સંયોજના, પ્રમાણ, ઇંગાલ, ધૂમ અને કારણ તેમ આઠ દ્વારોનો છે. શરૂઆતમાં આહાર કેવા પ્રકારનો તે વાત ૭૨ ગાથા લગભગ જણાવી, ગૃહસ્થથી ઉત્પન્ન થતાં ‘ઉદ્દગમ'ના ૧૬' દોષો જણાવી સાધુથી થતા સોળ' ઉત્પાદનના દોષો અને એષણાના “દશ” દોષો એ રીતે ‘૪૨” દોષો ગોચરીના જણાવ્યા પછી સંયોજ'નાં એટલે એકબીજાનું ભેળવવું અર્થાત્ ગ્રાસે ષણામાં સંયોજના પ્રમાણ, ઇંગાલ, ધુમ અને કારણ એમ પાંચ વાત જણાવી છે. ‘સંયોજના' એટલે એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય આશક્તિ માટે ભેળવવું, ‘પ્રમાણ’ એટલે સાધુના આહારના કેટલા કવળ વિગેરે હોય. રાગથી ખાવાથી સંયમ ‘અંગારા જેવું થઈ જાય. દ્વેષથી ખાવાથી સંયમ બળતા લાકડાના ધુમાડા જેવું થાય અને સંયમ નિર્વાહના કારણના અભાવે' જે ખાવું એ વગેરે જણાવીને આ પિણ્ડનિયુક્તિ આગમ સમાપ્ત કરવામાં આવ્યું છે. ચોથું મૂળ-ઉત્તરાધ્યયનાનિ શ્રીઉત્તરાધ્યયનઃ-આચારાંગ સૂત્રની પહેલાં જે ભણાવાતું હતું, તેથી તેનું નામ ઉત્તરાધ્યયન એવું પડ્યું છે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ પોતાના નિર્વાણ સમયે ૧૧૦ પુણ્ય-પાપને જણાવનારાં અધ્યયનો, ૩૬ નહીં પૂછેલા પ્રશ્નોના ઉત્તરો અને છેલ્લું મરૂદેવા અધ્યયન જે જણાવેલાં તે પૈકી નહીં પૂછેલાના ઉત્તર રૂપ જે જણાવ્યું તે આ ઉત્તરાધ્યયન છે અર્થાત શ્રમણ ભગવાન મહાવીર મહારાજાની અંતિમ દેશના પૈકીનું આ છે. | ઉત્તરાધ્યયની અંદર દૃષ્ટિવાદમાંથી આવેલાં, જિનભાષિત, પ્રત્યેકબુદ્ધભાષિત, બંધ, મોક્ષ, સંવાદ વગેરેવાળાં અધ્યયનો છે. આમાં છત્રીશ અધ્યયનો છે. તેનાં નામો: શ્રી પિંડનિયુકિત માગમમાં મુખ્યત્વે ગોચરીની શુદ્ધિનો સ્પષ્ટ ખ્યાલ છે. સંયમ સાધના માટે શરીર જરૂરી છે, શરીર ટકાવવા માટે પિંડ, ગોચરી જરૂરી છે, મા માટે સાધુ ગોચરી જય | ત્યારે ઉદ્દગમ - ઉત્પાદન એષણાના દોષો રહિત આહાર લાવી શાસેથણા દોષો ટાળવાનું સુંદર નિરૂપણ કર્યું છે. “ક ર ૪% વાં, ( 1, ઝાડવાં મારા સ્વ પદ્ધ છે આગમની સરગમ

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100