________________
की दशाश्रुतस्वध सूत्रम
એથી પશ્ચાનુપૂર્વીએ તીર્થકરોનાં ચરિત્રો આપ્યાં, તે પછીથી સાધુ તે તીર્થંકરની પરંપરાએ ચાલતા આવેલા શાસનમાં છે, તેથી સ્થવિરોની પરંપરા જણાવી તે પછી સાધુનો જે આચાર તે આચાર આમાં જણાવ્યો છે. અર્થાત્ સાધુએ બારે મહિને પોતાનો શું આચાર છે? તે જાણવું જ જોઈએ. તે આમાં જણાવ્યું છે. - મોહનીયનાં ત્રીશ સ્થાનો ત્યાગ કરવા જોઈએ તે નવમા અધ્યયનનો અધિકાર છે. દશમા અધ્યયનમાં નવ નિયાણાનો અધિકાર છે. એવી જ રીતે આ સૂત્રોમાં શુકલપાક્ષિક અને કૃષ્ણપાક્ષિક કોને કહેવા તે વાત જણાવાઈ છે.
આ દશાશ્રુતસ્કંધમાં અસમાધિત ૨૦ સ્થાન વિગેરે ૧૦ અધ્યયનો છે. જેમા ૮ મું પર્યુષણા કલ્પ નામનું અધ્યયન એજ કલ્પસૂત્ર છે. જે દર વર્ષે ચતુર્વિધ સંધ સમક્ષ ધામધુમથી વંચાય છે. મા બાગમમાં ૨૦ અસમાધિ સ્થાન, ૨૧ શબલદોષ, ગુરૂની ૩૩ આશાતના, સાધુ શ્રાવકની પડિયા, ૯ નિયાણ આદિ ઘણી વિગતો છે.
પાંચમું છેદ-જીતકલ્પ કે પંચકલ્પ જીતકલ્પ-જીત એટલે આચરણીય અને તેનું આ જીવન સુધી ધારણ કરવા રૂપ જીત. એવો જે જીત-આચાર જેમાં વર્ણવાયો તે જીતકલ્પ. જીત એટલે આચાર અને કલ્પ એટલે સામર્થ્ય વગેરે જેમાં વર્ણવાયાં હોય તેવું આ આગમ. આગમ વિગેરે જે પાંચ વ્યવહારો છે તે પૈકીનો જે જીતઆચાર-જીતકલ્પ તેને જે યોગ્ય હોય તેમ યોગ્ય જણાય. આગમ એટલે મર્યાદાપૂર્વક અર્થો જેના વડે જણાય તે આગમ. કેવળ, મન:પર્યવ, અવધિ, ચતુર્દશપૂર્વ-દશપૂર્વથી જે વ્યવહાર કરનારા હોય તે આગમ ‘વ્યવહારી' કહેવાય. શ્રુત એટલે આચાર-પ્રકલ્પ વગેરે શ્રુત અને તેનાથી જે વ્યવહાર કરનારા તે ‘શ્રુતવ્યવહારી’ કહેવાય. આજ્ઞા એટલે અગીતાર્થની આજ્ઞાથી ગ્રાહ્યાર્થ પદો વડે બીજા દેશોમાં રહેલા ગીતાર્થોને જણાવવું, ભવિષ્યના અતિચારોનું આલોચવું અને ઇતરને તે પ્રકારે શુદ્ધિ આપવી. તે “આજ્ઞાવ્યવહાર”, ધારણા એટલે ગીતાર્થ સંવિગ્ન વડે દ્રવ્યાદિની અપેક્ષાએ અપરાધમાં કેવા પ્રકારે જે વિશુદ્ધિ કરી તેવા અપરાધથી જે બીજામાં તેવી રીતે આચરણા કરાય તે “ધારણાવ્યવહાર.” જીત એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ પ્રતિસેવાની અણુવૃત્તિથી સંહનન, ધૃતિ વગેરે હાનિની અપેક્ષાએ જે પ્રાયશ્ચિત્તનું આપવું
આગમની સરગમ